કચ્છમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
આજે સવારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારે 9.46 વાગ્યે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરમાંથી દોડીને બહાર આવ્યા હતા. કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું
કચ્છના લોકો હજુ પણ 20 વર્ષ પહેલા આવેલા વિનાશનક ભૂકંપને ભૂલી શક્યા નથી. ત્યારે આજે સવારે ફરી એકવાર કચ્છના લોકોમાં ભૂકંપનો ડર પ્રવર્ત્યો છે. આ ભૂકંપનું કેન્દ્રબિદુ ખાવડાથી 26 કિમી દૂર નોંધાયું છે. રિકેટર સ્કેલ પર કચ્છમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.