બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (09:48 IST)

30 હજારના સરકારી પેન્શનર્સ બુઝુર્ગ સોમનાથ મંદિર પાસે ભીખ માંગતા હતા

સોમનાથ મંદિરની આસપાસના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શરૂ કર્યું છે. જેમાં 30 હજારથી વધુનું સરકારી પેન્શન મેળવતા લોકો પણ ભીખ માંગતા હોવાનું ધ્યાને આવ્યું છે.આ અંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયૂષ ફોફંડીએ જણાવ્યું હતું કે, સોમનાથ ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન અમે શરૂ કર્યું છે.

નિરાધારનો આધાર સ્કીમ હેઠળ આ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં ભિક્ષુકોને નગરપાલિકાના શેલ્ટર હોમમાં શીફ્ટ કરાય છે. અને 4-5 માનસિક અસ્થિર લોકોને ટોલનાકા પાસે આવેલા નિરાધારનો આધાર આશ્રમ ખાતે શિફ્ટ કરાયા છે.ભિક્ષુકોને શેલ્ટર હોમમાં નહાવા, ચા-પાણી, બે ટાઇમ જમવાનું ઓઢવા-પાથરવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આ ભિક્ષુકોમાં બે નિવૃત્ત સરકારી કર્મચારી એવા નીકળ્યા જેમના માસિક પેન્શન મહિને 30 હજારથી વધુ થવા જાય છે. આમ છતાં તેઓ ભિક્ષાવૃત્તિ કરવા સોમનાથ આવ્યા છે.