વીકેન્ડમાં દરિયે ફરવા ગયેલા 3 લોકો મોતને ભેટ્યા
રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે પરંતુ હજી પણ લોકોમાં ડર લાગતો નથી. વીકેન્ડ હોય કે પછી જાહેર રજા મળે ત્યારે આવી સ્થિતિમાં લોકો તરત જ ફરવા ઉપડી જાય છે. જો કે આ તમામ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. વીકેન્ડમાં દરિયે ફરવા ગયેલા 3 લોકો મોતને ભેટ્યા. સુરતનાપનામા ખાતે દરિયામાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ત્રણ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.. દરિયામાં ડૂબવાથી ત્રણેય લોકો મોતને ભેટ્યા જેઓ આહીર પરિવારના હોવાનું સામે આવ્યુ છે.
સુરતના ડાભા ગામના 3 લોકો પનામા ખાતે દરિયાકાંઠે ફરવા આવ્યા હતા. 2 સગા ભાઇ અને પુત્ર દરિયે ફરવા આવ્યા હતા. દરિયાના પાણીમાં મસ્તી કરતા આ ત્રણેય લોકોને ખબર જ ન રહી અને એકાએક દરિયાનું મોજુ તેઓને પાણીમાં તાણી ગયુ. મહત્વનુ છે કે આહીર પરિવાર છેલ્લા 10 વર્ષથી પનામા ખાતે સ્થાયી થયો હતો. વીકેન્ડ હોવાથી તેઓ પુત્રને લઇને દરિયાકાંઠે ફરવા નીકળ્યા હતા.
મૃતકોના નામ
દિપક સૂકા ભાઈ આહીર
સ્મિત દિપક ભાઈ આહીર
જીતેન્દ્ર ધનસુખ ભાઈ આહીર