અમદાવાદના ત્રણ ઢોરવાડામાં 3,872 પશુઓ, જેમાં 50 ટકાથી વધુ બીમાર
3,872 cattle in three cattle sheds in Ahmedabad, with more than 50 percent sick
ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક તેમજ રોડ રસ્તાને લઈને થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં મ્યુનિ. સંચાલિત ઢોરવાળામાં રહેલા વર્તમાન પશુઓ અને તેમની સ્થિતિ અંગેની માહિતી હાઇકોર્ટમાં રજૂ કરી હતી. દાણીલીમડા, બાકરોલ અને નરોડા એમ ત્રણ ઢોરવાડામાં જે પશુઓ પકડી અને રાખવામાં આવેલા છે તેમાં 50 ટકાથી વધુ પશુઓ બીમાર હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશન જેટલા પણ પશુઓ પકડી લાવે છે તેમાં મોટાભાગના પશુઓ બીમાર જ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ ત્રણેય ઢોરવાડામાં કુલ 6,100 પશુઓ રાખવાની ક્ષમતા છે. જેની સામે ઢોરવાડામાં 3,872 જેટલાં હાલમાં પશુઓ રાખવામાં આવ્યા છે. ત્રણેય ઢોરવાડામાં રહેલા પશુઓમાં મોટાભાગના બિમાર હાલતમાં જ છે. દાણીલીમડામાં 1146, બાકરોલમાં 604 અને નરોડામાં 378 પશુઓ બીમાર છે. ઢોરવાડામાં કુલ 2,128 પશુઓ બીમાર છે અને તેમની સારવાર કરવામાં આવી છે.