વડોદરામાં બે સમુદાય વચ્ચે અથડામણમાં 22 લોકોની ધરપકડ, પોલીસ મેળવ્યા સીસીટીવી ફૂટેજ
ગુજરાતના વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. વાસ્તવમાં, બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જે બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા. આરોપ છે કે એક જૂથે બીજા જૂથ પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત 10 થી વધુ વાહનો અને લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિને શાંત પાડી હતી.
વડોદરાના પોલીસ કમિશનર શમહર સિંહે જણાવ્યું હતું કે, “રાવપુરા વિસ્તારમાં અકસ્માત બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. શહેરમાં હજુ પણ શાંતિ છે. પોલીસ પેટ્રોલીંગ ચાલુ છે. અમે અન્ય દળોને પણ બોલાવ્યા છે. લોકોને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા વિનંતી છે.
આ અથડામણની બે ઘટનાઓમાં કુલ 22 લોકોની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી શરુ કરી છે. વડોદરા પોલીસે જણાવ્યું કે શહેરમાં બનેલી તોફાનની ઘટનામાં રાવપુરા પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કારેલીબાદ પોલીસ સ્ટેશનમાં 19 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય બાકીના આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે રાવપુરામાં બનેલી ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે."
આ ઘટનામાં મહત્વના પુરાવા સાબિત થનારા સીસીટીવી ફૂટેજ પોલીસે તોફાનના વિસ્તારમાંથી મેળવી લીધા છે અને તેનો સાયન્ટિફિક એવિડિયન્સ તરીકે ઉપયોગ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
શહેરના બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં 8-10 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 25-30 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી કારેલીબાગમાંથી 19 આરોપીઓને રાત્રે જ પકડી લેવામાં આવ્યા છે.
આ પહેલા ગુજરાતના હિંમતનગર અને ખંભાત શહેરમાં રામ નવમી પર હિંસા થઈ હતી. રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે કોમી અથડામણ થઈ હતી. પથ્થરમારો કરનાર ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો અને દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં જ્યારે રામ નવમીની શોભાયાત્રા નીકળી ત્યારે બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરની બહારથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પણ હિંસા થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.