શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (12:10 IST)

કોપી કેસમાં 151 વિદ્યાર્થીને ત્રણ વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા; GTUએ એક ​​​​​​​વિષયમાં નાપાસ કરવાથી માંડી લેવલની 6 સજા ફટકારી

exam attack
જીટીયુની યુજી અને પીજી લેવલની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 151 વિદ્યાર્થીને એક વિષયમાં નાપાસ કરવાથી માંડીને લેવલ 6 એટલે કે 3 વર્ષની પરીક્ષામાંથી બાકાત રાખવા સુધીની સજા ફટકારાઈ છે.એક વિદ્યાર્થીની સામે ચોરીનો કેસ ન પુરવાર થતાં તેને નિર્દોષ જાહેર કરાયો છે.યુજી અને પીજી ફાર્મસી, એમબીએ,એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની, વિવિધ સેેમેસ્ટરની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 152 વિદ્યાર્થી સામે કોપી કેસ કરાયો હતો. આ ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ કોપી કેસ કરનારા જીટીયુના પ્રતિનિધિઓને સુનાવણી માટે બોલાવાયા હતા. જીટીયુની યુએફએમ (અનફેર મીન્સ કમિટી)ના પદાધિકારીઓએ પાંચમી મેના કોપી કેસને લગતી વિગતો, પુરાવાઓ સહિતની બાબતોની ચકાસણી હાથ ધરી હતી.વિન્ટર 2021ની પરીક્ષામાં બીઈ, બીફાર્મ, એમબીએ, એમસીએની પરીક્ષામાં હાથે લખેલી કાપલીની મદદથી ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.અનુસ્નાતક કક્ષાના ઈજનેરી કોર્સના બે વિદ્યાર્થીના ડેઝર્ટેશન એક સમાન જણાયા હતા. આ કેસ યુએફએમ કમિટી સમક્ષ લઈ જવાયો હતો. તમામ પાસાની ચકાસણી, દસ્તાવેજોને ધ્યાનમાં લઈને તેમને 3 વર્ષની પરીક્ષામાંથી બાકાત રાખવાન સજા કરાઈ છે. જેથી તેઓ હવે 3 વર્ષ પછી ભણી શકશે.