રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (15:29 IST)

1500 મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ અંગેનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જશે

ભારત અને અન્ય દેશોના આશરે 1500 બ્યુટી પ્રોફેશનલ્સ આગામી રવિવાર, તા. 20 ડિસેમ્બરના રોજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પ્રયાસ કરશે. ભારત અને અન્ય દેશોમાં તેમના બ્યુટી પાર્લર કે સલૂનમાં બેઠાં બેઠાં આ 1500 મેકઅપ આર્ટિસ્ટસ સમાંતરપણે  પરંપરાગત ભારતીય પધ્ધતિથી નવવધૂના ચહેરા ઉપર મેકઅપ કરશે અને “મોસ્ટ યુઝર્સ ઈન એ મેકઅપ વિડીયો હેંગઆઉટ”નો રેકર્ડ સર્જવા પ્રયાસ કરશે. 
 
આ ઈવેન્ટનો સવારે 10.00 વાગે પ્રારંભ થશે અને એક કલાકમાં સમાપન થશે. સામેલ થનારા પ્રોફેશનલ્સને મેકઅપ પૂરો કરવા માટે એક કલાક મળશે. તેમને સમારંભ શરૂ થયા પહેલાં નવવધૂના કેશ, જવોલરી અને કોશ્ચ્યુમના સ્ટાઈલીંગનો વિકલ્પ રહેશે.ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ  આ ઈવેન્ટનુ લંડનમાંથી મોનિટરીંગ કરશે. તમામ ભાગ લેનાર મેકઅપ પ્રોફેશનલ્સને સફળ થયા પછી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સામેલ થયાનુ પ્રમાણપત્ર મળશે.
 
આ ઈવેન્ટનુ આયોજન BEASA-બીસા (બ્યુટી સલૂન ઈન્ટરનેશનલ ટ્રેડ શો), ઑલ ઈન્ડીયા હેર એન્ડ બ્યુટી એસોસિએશન (આઇબા) અને બ્રહ્માણી ઈવેન્ટસએન્ડ એક્ઝિબિશન્સ પ્રા. લિમિટેડ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ઈવેન્ટમાં 95 ટકા લોકો ભારતમાંથી સામેલ થશે. જ્યારે બાકીના અમેરિકા, યુનાઈટેડ કીંગડમ અને યુનાઈટેડ આરબ એમિરેટસ તથા અન્ય સ્થળોએથી સામેલ થશે.
 
ઑલ ઈન્ડીયા હેર એન્ડ બ્યુટી એસોસિએશનના સંયુક્ત સેક્રેટરી અશોક પાલીવાલ જણાવે છે કે “હેરએન્ડ બ્યુટી ઈન્ડસ્ટ્રીને  કોરોના મહામારીને કારણે લદાયેલા લૉકડાઉન અને  સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ખૂબ માઠી અસર થઈ છે.  લગ્ન સમારંભો પરના પ્રતિબંધોને કારણે પણ ઉદ્યોગને ભારે નુકશાન થયુ છે. 
 
તા. 20 ડિસેમ્બરના રોજ હાથ ધરાનાર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસને કારણે  પ્રોફેશનલ્સને હાલના કપરા સમયમાં પોઝિટિવ રહેવા માટે પ્રેરણા મળશે.  અને ક્રિએટિવ અને ઈનોવેટિવ મેકઅપ આઈડીયાઝ શોધી શકશે તેનાથી  તેમને આગામી મહિનાઓમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થવા માંડે ત્યારે નવેસરથી સારી શરૂઆત માટે પ્રોતસાહન મળશે. ”
 
બીસાના આયોજક જસવંત બામણીયા જણાવે છે કે “મહામારીના કારણે વિશ્વ ઓનલાઈન પ્રવૃત્તિ તરફ વળ્યુ છે ત્યારે બ્યુટી પ્રોફેશનલ્સ તેમની કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ  ઉપર રજૂ કરશે અને બ્યુટી ઈન્ડસ્ટ્રીને જીવંત બનાવવા પ્રયાસ કરશે.  તે તેમની બ્રાઈડલ મેકઅપની પ્રતિભા આ ઈવેન્ટ મારફતે દુનિયા સમક્ષ રજૂ કરશે અને આ ઈવેન્ટથી બ્યુટી ઈન્ડસ્ટ્રીનો મિજાજ સુધરશે અને મહામારીમાંથી તે મજબૂત બનીને બહાર આવશે ”