ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (13:35 IST)

ગુજરાત ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ

bhupendra patel
ગુજરાતની ભૂપેંદ્ર પટેલ સરકાર જલ્દી જ આખા રાજ્યમાં 112 ઈમરજંસી હેલ્પલાઈન નંબરને લાગુ કરી રહી છે. આ ગુજરાતના સાત જિલ્લામાં નંબર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહ્યો છે. 
 
રાજ્યમાં અત્યારે પોલીસની મદદ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101 જેવા જુદાજુદા ઈમરજંસી નંબર છે. અત્યારે માત્ર 112 નંબર ડાયલ કરતા જ આ બન્ને સેવાઓ સાથે બીજી સેવાની મદદ લઈ શકાશે. જો તમને સ્વાસ્થય સંબંધી આપાતકાલીન મદદની જરૂર છે તો પણ તમે 112 નંબર ડાયલ કરી શકો છો.  
 
આ ઈમરજન્સી નંબર આવવાથી અન્ય ઈમરજન્સી નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. આ નંબર પરથી તમામ ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઇમરજન્સી સુવિધા છે. આ સેવાના વપરાશકર્તાઓ સાવધાની સાથે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
 
આ નંબર ગુજરાતના સાત જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહ્યો છે. જેમાં અરવલ્લી, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મહિસાગર અને મોરબીનો સમાવેશ થાય છે.

112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો:
તમારા ફોનમાંથી 112 ડાયલ કરો.
ગભરાટના કૉલને સક્રિય કરવા માટે તમારા સ્માર્ટ ફોન પરના પાવર બટનને 3 વખત ઝડપથી દબાવો.
ફીચર ફોનના કિસ્સામાં, પેનિક કોલને સક્રિય કરવા માટે '5' અથવા '9' કી ને લાંબા સમય સુધી દબાવો.
રાજ્ય ERSS વેબસાઇટ પર લોગ ઇન કરો અને તમારી SOS વિનંતી સબમિટ કરો.
રાજ્ય ERC ને S.O.S. ઇમેઇલ કરો. 
ERC પર પેનિક કૉલ સક્રિય કરવા માટે 112 ઈન્ડિયા મોબાઈલ એપ (Google Play Store અને Apple Store પર ઉપલબ્ધ) નો ઉપયોગ કરો.