રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (14:30 IST)

1 લાખ 75 હજાર કરોડનું ડ્રગ્સ મળ્યું, પરંતુ અદાણી પર કોઇ કાર્યવાહી નહી, એક ટ્વીટ કરતાં મારા વિરૂદ્ધ FIR, જીગ્નેશનો ભાજપ પર હુમલો

jignesh
ગુજરાતના દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શુક્રવારે આસામના બારપેટા જિલ્લામાં એક મહિલા પોલીસ અધિકારી પરના કથિત હુમલાના કેસમાં કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદ તેમણે સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે સત્તાધારી પાર્ટી ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. 
 
તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 8, 10 વર્ષમાં 22 પરીક્ષા પેપર લીક થયા છે. તેની કોઈ તપાસ થઈ ન હતી. મુન્દ્રા બંદરેથી રૂ.1 લાખ 75 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ ગૌતમ અદાણીને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા ન હતા. દલિત મહિલા BJP MLA પર બળાત્કારનો આરોપ. પરંતુ આ મામલે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગોલી મારો સાલ કો જેવા નારા લગાવનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ એક ટ્વિટના કારણે પીએમઓમાં બેઠેલા ગોડસેના ભક્તોએ મારી વિરુદ્ધ FIR નોંધાવી હતી.