ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:54 IST)

રક્ષાબંધન પર ભાઈથી પહેલા બાંધવી આ 5 દેવતાઓને રાખડી

રક્ષાબંધન પર ભાઈના સિવાય ભગવાન,વાહન, પાલતૂ જાનવર, બારણા વગેરે ઘણી જગ્યાઓ પર રાખડી બંધાય છે. તેના પાછળ માન્યતા છે કે તે અમારી રક્ષાની સાથે જ બધાની રક્ષા હોય. આવો જાણીએ રક્ષબંધન પર ખાસ રીતે ક્યાં દેવતાઓને બંધાય છે રાખડી. 
 
ગણપતિ-ગણપતિજી પ્રથ પૂજ્ય દેવતા છે. કોઈ પણ પ્રકારનો માંગલિક કાર્ય કરવાથી પહેલા જ તેની પૂજા કરે છે. તેથી સૌથી પહેલા તેને જ રાખડી બંધાય છે. ગણપતિનેજી બેન અશોક, સુંદરી અને મનસા દેવી અને જ્યોતિ છે. 
 
શિવજી- શ્રાવણ મહીના શિવજીનો મહીનો છે અને આ મહિને પૂર્ણિમાને રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. પ્રચલિત માન્યતા મુજબ કહે છે કે ભગવાન શિવની બેસ અસાવરી દેવી હતી. 
 
હનુમાનજી- હનુમાનજી શિવજીના રૂદ્રઅવતાર છે. જ્યારે દેવ સૂઈ જાય છે તો શિવજી પણ થોડા સમય સૂઈ જાય છે અને તે રૂદ્રાવતાર રૂપમાં સૃષ્ટિનો સંચાલન કરે છે. તેથી શ્રાવણ મહીનામાં હનુમાનજીની ખાસ પૂજા હોય છે. બધા સંકટોથી બચવા માટે હનુમાનજીને રાખડી બાંધે છે. 
 
કાનુડો- શિશુપાલને મારતા સમયે શ્રીકૃષ્ણના હાથથી લોહી વહેવા લાગે છે તો દ્રોપદીએ તેમની સાડીના પલ્લૂ ફાડી તેના હાથમાં બાંધી દીધુ હતું. આ કાર્યના બદલે શ્રીકૃષ્ણએ દ્રોપદીને સંકટના સમયે તેની રક્ષા કરવાનો વચન આપ્યુ હતું. આવુ પણ કહેવાય છે કે જ્યારે યુધિષ્ઠિરએ ભગવાન કૃષ્ણથી પૂછ્યુ કે હુ બધા સંકટથી કેવી રીતે પાર કરી શકીશ ત્યારે જ કૃષ્ણએ તેમની અને તેની સેનાની રક્ષા માટે રાખડીનો તહેવાર ઉજવવાની સલાહ આપી હતી. શ્રાવણ મહીનામાં શ્રીકૃષ્ણની પૂજાનો પણ ખાસ મહત્વ છે કારણકે ભાદ્રપદમાં તેનો જન્મ થયુ હતુ તો એક મહીના પહેલા જ બ્રજમંડળઁઅમાં તેના જન્મોત્સવની ધૂમ રહે છે. 
 
નાગદેવ- મનસાદેવીના ભાઈ વાસુકિ સાથે બધા નાગ નાગપંચના દિવસે પૂજા કરાય છે. રક્ષાબંધન પર નાગદેવતાને પણ રાખડી અર્પિત કરવાની પરંપરા છે. નાગદેવ બધા પ્રકારના સર્પ યોગ અને ડરથી મુક્ત કરે છે. 
 
રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ગણેશજીને રાખડી બાંધવી જોઈએ. ત્યારબાદ બીજા દેવી-દેવતાઓને, કુળ દેવતા અને તમારા ઈષ્ટ દેવને પણ રાખડી બાંધવી જોઈએ.