Raksha bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર ને લઈને હજુ પણ લોકોમાં કન્ફ્યુજન છે. કેટલાક વિદ્વાનો મુજબ 30 ઓગસ્ટ અને કેટલાકના મુજબ 31 ઓગસ્ટ 2023ના રોજ આ તહેવાર ઉજવાશે. જો કે 30 ઓગસ્ટના રોજ ભદ્રાનો સમય રાત્રે 9 વાગે સમાપ્ત થઈ જશે. જ્યારબાદ રાખડી બાંધી શકાય છે અને બીજા દિવસે 31 ઓગસ્ટના રોજ પણ શુભ મુહૂર્તમાં આ તહેવાર ઉજવી શકાય છે. આવો જાણીએ શુ છે બંને દિવસનુ શુભ મુહૂર્ત અને આ દિવસે કરવામાં આવતા અચૂક ઉપાય
30 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો શુભ સમય
રાત્રે 9.01 મિનિટથી 11.13 વાગ્યા સુધી ( શુભ પછી અમૃતનુ ચોઘડિયુ રહેશે)
31 ઓગસ્ટ રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત
રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત આ દિવસે સવારે 7 વાગીને 5 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પૂર્ણિમાનો લોપ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ રાખડી બાંધી શકાય છે.
31 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાના શુભ મુહુર્ત
અમૃત મુહૂર્ત - સવારે 05:42 થી 07:23 વાગ્યા સુધી
આ દિવસે સવારે સુકર્મા યોગ રહેશે
આ ઉપરાંત આ મુહૂર્તમાં પણ રાખડી બાંધી શકશો
અભિજીત મુહુર્ત : બપોરે 12:14 થી 01:04 સુધી
અમૃત કાળ : સવારે 11:27 થી 12:51 સુધી
વિજય મુહુર્ત : બપોરે 02:44 થી 03:34 સુધી
સંઘ્યાકાળ મુહુર્ત : સાંજે 06:54 થી રાત્રે 8:03 સુધી
રક્ષા બંધનના અચૂક ઉપાય :-
1. દરિદ્રતા દૂર કરવા માટે તમારી બહેનના હાથથી ગુલાબી કપડામાં ચોખા, સોપારી અને એક રૂપિયાનો સિક્કો લઈ લો. ત્યારબાદ તમારી બહેનને વસ્ત્ર અને મીઠાઈ ભેટ આપો અને તમારી શક્તિ મુજબ રૂપિયા આપો અને તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. ગુલાબી કપડામાં લેવામાં આવેલ સામાન બાંધીને યોગ્ય સ્થાન પર મુકી દેવાથી ઘરની દરિદ્રતા દૂર થઈ જશે.
2. એક દિવસ એકાસના કરવા ઉપરાંત રક્ષાબંધનવાળા દિવસે શાસ્ત્રીય વિધિથી રાખડી બાંધે છે અને બંધાવે છે. પછી સાથે જ પિતૃ તર્પણ અને ઋષિ પૂજન કે ઋષિ તર્પણ પણ કરવામાં આવે છે. આવુ કરવાથી પિતરોનો આશીવાદ અને સહયોગ મળે છે જેનાથી જીવનનુ દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે.
3. રક્ષા બંધનનો તહેવાર પૂનમના દિવસે ઉજવવામાં આવે છે પૂનમના દેવતા ચંદ્રમા છે. આ તિથિમાં શિવજીની સાથે ચંદ્રદેવની પૂજા કરવાથી મનુષ્યનુ બધી જગ્યાએ અધિપત્ય થઈ જાય છે. આ સૌમ્યા તિથિ છે. બંનેની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.
4. એવુ કહેવાય છે કે રક્ષા બંધન પર હનુમાનજીને રાખડી બાંધવાથી તે ભાઈ બહેનોના ક્રોધને શાંત કરીને તેમની અંદર પરસ્પર પ્રેમ વધારે છે. એવુ પણ કહેવાય છે કે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ વધી જાય છે. આ દિવસે બહેનને દરેક રીતે ખુશ રાખવા અને તેમની મનપસંદ ભેટ આપવાથી ભાઈના જીવનમાં પણ ગુમ થયેલી ખુશીઓ પાછી આવે છે.
5. જો તમને લાગે છે કે તમારા ભાઈને કોઈની નજર લાગી ગઈ છે તો તમે આ દિવસે ફટકડીને તમારા ભાઈ ઉપરથી સાત વાર ઉતારીને કોઈ ચારરસ્તા પર ફેંકી આવો કે ચુલાની આગમાં સળગાવી દો. તેનાથી નજર દોષ દૂર થઈ જશે.