રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2020 (13:44 IST)

Rajkot Gondal Highway-રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર 5 કિમી સુધી વાહનોની લાઇન લાગી

રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર 5 કિમી સુધી વાહનોની લાઇન લાગી
ગુજરાતમાં લોકડાઉન 4 ની નવી ગાઈડલાઈન અનુસાર વેપાર-ધંધા શરૂ થયા છે. આથી આજે  રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેવી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. લોક ડાઉનમાં 1 કલાકમાં આશરે 125 જેટલા વાહનો પસાર થતા હતા. જ્યારે લોકડાઉન 4માં આશરે 2 કલાક માં 900થી 1000 જેટલા વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે. 5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન થયા હતા. તેમજ એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. જો કે બાદમાં અન્ય વાહનોએ જગ્યા કરી આપતા તે નીકળી ગઇ હતી. ટોલ પ્લાઝા પર આટલી વાહનોની લાંબી થઇ જતા પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.