બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (15:42 IST)

અટલ બિહારી બાજપાઈ : હંમેશા કદમ મિલાવીને જ ચાલ્યાં...

"બાધાએ આતી હૈ આયેઘિરેં પ્રલયકી ઘોર ઘટાએંપાંવો કે નીચે અંગારેસિર પર બરસેં યદિ જ્વાલાએંનિજ હાથોં મેં હંસતે-હંસતેઆગ લગાકર જલના હોગાકદમ મિલાકર ચલન હોગા". સ્વશ્રી અટલ બિહારી બાજપાઈજીનું જીવન તેમની સ્વરચિત પંક્તિઓ જેવું ઝ હતું. પોતાના પક્ષના નેત્યા હોય કે વિરોધી પક્ષનાબધાને સાથે રાખીને ચાલવાની તેમની ખૂબી જ તેમને બાકીના તમામ નેતાઓથી અલગ પાડતી હતી. આ કારણે જ તેમને અજાતશત્રુ પણ કહેવામાં આવતા હતાં.

અટલજી એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતાપ્રખર રાજકારણીનિસ્વાર્થ સામાજિક કાર્યકરસશક્ત વક્તાકવિસાહિત્યકારપત્રકાર અને બહુઆયામી વ્યક્તિત્વના માલિક હતાં. ભાજપના એક ઉદાર નેતા તરીકેની એમની આગવી ઓળખાણ હતી.

પ્રારંભિક જીવન : બાજપાઈનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા એક શિક્ષક પરિવારમાં થયો હતો. પિતા કૃષ્ણબિહારી બાજપાઈ હિન્દી અને વ્રજ ભાષામાં સિદ્ધહસ્ત કવિ પણ હતા. આમ જુઓ તો કાવ્ય કળા એમને વારસામાં મળી હતી. તેમણે પોતાની કારકીર્દિ પત્રકાર તરીકે શરૂ કરેલી અને રાષ્ટ્રધર્મપાંચજન્ય અને વીર અર્જુનનું સંપદન પણ કરેલું. ૧૬મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ તેમનું અવસાન થયુ હતું.

રાજનૈતિક જીવન : બાજપાઈજા પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન જ્યારે તેઓ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો ત્યારથી પ્રથમવાર રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ રાજનીતિશાસ્ત્ર અને કાયદાના વિદ્યાર્થી હતા અએ કોલેજકાળમાં જ તેમને વિદેશની બાબતોમાં રસ પડવા માંડ્યો હતો. ૧૯૫૧માં તેઓ જન સંઘમાં જોડાયા હતા અને પછી તેમણે પત્રકારિત્વ છોડી દીધુ હતું. આજનો ભારતીય જનતા પક્ષ તે સમયે જન સંઘના નામે ઓળખાતો હતો.

બાજપાઈજી ચાર દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. તેઓ નવ્વખત લોકસભામાં અને બે વાર રાજસભામાં ચુંટાયા હતા જે સિદ્ધિ પોતે જ એક રેકોર્ડ છે. બાજપાઈ ૧૯૮૦માં અસ્તિત્વમાં આવેલા ભારતીય જનતાપક્ષના સ્થાપક સભ્ય પણ હતાં.

૧૯૯૬માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા : કવિ હૃદયવાળા બાજપાઈ પોતઈ રાજનૈતિક પ્રતિબદ્ધતાના કારણે પ્રખ્યાત હતા. ૧૩મી ઓક્ટોબર ૧૯૯૯ના રોજ તેઓ સતત બીજી વાર રાષ્ટ્રીય એન.ડી.એ.ની નવી ગઠબંધન સરકારના પ્રમુખ તરીકે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તેઓ ૧૯૬૬માં ખુબ જ ઓછા સમય માટે વડાપ્રધાન બન્યા હતા. આ સિવાય વિદેશમંત્રીસંસદની અલગલગ ઘણી મહત્વને સ્થાઈ સમિતિઓના અધ્યક્ષ રહ્યા અને વિરોધપક્ષના નેતા તરીકેર તેમણે આઝાદી બાદ ભારતના આંતરિક અને વિદેશ નીતિનું ઘડતર કરવામાં અત્યંત સક્રિય ભૂમિકા નિભાવી હતી.

પુરસ્કાર અને સન્માન : આજીવન અપરિણિત રહેલા અટલબિહારીને સન. ૨૦૧૫માં ભારત રત્ન’ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યુઆ હતા. તેમને ભારત પ્રત્યેના નિ:સ્વાર્થ  સ્મર્પણ અને સમાજની સેવા બદલ ભારતનું બીજુ સર્વોચ્ચ સન્માન પદ્મ વિભુષણ પણ આપવામા6 આવ્યુ હતું. આ સિવાય તેમને કેટલાંય પુરસ્કારસન્માન અને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી.

વિશેષ  પરમાણુ રાષ્ટ્રોની સહેજ પણ બીક રાખ્યા વગર બાજપાઈની આગેવાની હેઠળ ભારતે સ્ન. ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં બીજુ અણુ-પરિક્ષણ કર્યુ હતું. આ અણુ પરિક્ષણની અમેરિકાની જાસુસી સંસ્થા સી.આઈ.એ.ને ગંધ પણ નહોતી મેળવી શકી. અટલજી નહેરુજી અને ઇંદિરા ગાંધી બાદ સૌથી લાંબો સમય સુધી વડાપ્રધનપદ પર રહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન પણ હતાં. અટલજી જ એવા પ્રથમ વિદેશ મંત્રી હતા જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં પોતાનું વક્તવ્ય હિન્દીમાં આપીને દેશને ગૌરવાન્વિત કર્યો હતો.