ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 25 ઑગસ્ટ 2018 (12:27 IST)

હાર્દિક પટેલના ઘરે પાટીદારોની ભીડ ઉમટી રહી છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત

હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ આજે બપોર બાદ 3 વાગ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલ ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવૂડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.માત્ર એટલું જ નહીં, અહીં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. 
આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકલો કરી દેવામાં આવ્યો છે.આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકલો કરી દેવામાં આવ્યો છે.હાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટૂકડી ખડે પગે કરી દેવામાં આવી છે. આ સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયામાં હાર્દિકના ઉપવાસને પગલે કોઈ ખોટા મેસેજનો ફેલાવો ન થાય તે માટે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભૂતકાળમાં પણ પોલીસે પાટીદાર આંદોલનો વખતે ઇન્ટરનેટ બંધ સુધીના પગલાં ભર્યા છે.