ઓફિસમાં યૌન ઉત્પીડનનો ભોગ બનેલ મહિલાને 90 દિવસની પેડ લીવ
કેન્દ્ર સરકારની એવી મહિલા કર્મચારી જેમણે ઓફિસમાં યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે તેમને મામલાની તપાસ લંબિત રહેતા સુધી 90 દિવસની પેડ લીવ મળશે. કાર્મિક અને પ્રશિક્ષન વિભાગ (DOPT) આ સંબંધમાં તાજેતરમાં જ સેવા નિયમાવલીમાં ફેરફર કર્યો છે.
નવા નિયમમાં કહેવામાં આવ્યુ છે કે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે યૌન ઉત્પીડન (રોકથામ, નિષેદ અને નિવારણ) અધિનિયમ 2013ના હેઠળ તપાસ લંબિત રહેવા સુધી પીડિત મહિલા સરકારી કર્મચારીને 90 દિવસ સુધી વિશેષ રજાઓ આપી શકાય છે. તેમા કહેવામાં આવ્યુ છે કે પીડિત મહિલાને આપવામાં આવેલ રજાઓ તેની સિલક રજામાંથી કાપવામાં નહી આવે.
આ રજા પહેલાથી કેન્દ્રીય કર્મચારીને મળનારી રજા ઉપરાંત હશે. નિયમમાં કહેવામાં આવ્યુ કે આ મામલે વિશેષ રજા આવા મામલાની તપાસ માટે રચેલ આંતરિક સમિતિ કે સ્થાનિક સમિતિની મંજૂરી પર આપવામાં આવશે.
આ નિયમ એ માટે મહત્વપૂર્ણ છે કારણ કે એવી ફરિયાદો મળી રહી છે કે યૌન શોષણ પીડિત મહિલાઓને ધમકીઓ આપવામાં આવી હોય કે તેમને નિવેદન બદલવા માટે મજબૂર કરવામાં આવ્યા હોય્ હવે આવા મામલે પીડિત મહિલા આંતરિક કમિટીની ભલામણના આધાર પર સ્પેશ્યલ લીવ પર જશે અને આરોપોની તપાસ માટે એક સ્થાનીય કમિટીની રચના કરવામાં આવશે.