શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2024 (12:25 IST)

કેફેમાં માઉથ ફ્રેશનર ખાધા પછી 5 લોકોને લોહીની ઉલ્ટી, બેની સ્થિતિ ખરાબ

-માઉથ ફ્રેશનર ખાતાં જ થઇ લોહીની ઉલ્ટી 
-એક માણ્સએ કેફેના ફ્લોર પર ઉલ્ટી કરી
-


Gurugram- ગુરૂગ્રામના એક ફેકેમાં ભોજન કર્યા પછી કેટલાક લોકોને માઉથ ફ્રેશનર ખાવુ ખૂબ પરેશાનીકારક સાબિત થાય છે. જમ્યા બાદ પાંચ લોકોએ માઉથ ફ્રેશનરનું સેવન કર્યું અને તે પછી તેમને લોહીની ઉલ્ટી થવા લાગી. આ ઉપરાંત, આ લોકોએ મોંમાં બળતરાની પણ ફરિયાદ કરી હતી. આ પાંચેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે પીડિતાઓની ફરિયાદના આધારે કેફે માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
 
અંકિત કુમાર તેમની પત્ની અને મિત્રોની સાથે ગુરૂગ્રામના સેક્ટર 90 સ્થિત લોફોરેસ્ટા કેફેમાં હતા. અંકિત કુમારએ કેફીની અંદરની એક વીડિયો રેકાર્ડિગ કરી છે. જેમાં તેમની પત્ની અને બધા મિત્ર દુખાવા અને પરેશાનીના કારણે રડતા અને બૂમો પાડતા જોવાઈ રહ્યા છે. 
 
એક માણ્સએ કેફેના ફ્લોર પર ઉલ્ટી કરી નાખે છે અને એક મહિલા તેમના મોઢામાં બરફ નાખે છે અને વાર -વાર કહે છે આ બળી રહ્યુ છે. 
 
તેન પછી કુમાર કહે છે કે "અમને ખબર નથી કે તેઓએ (માઉથ ફ્રેશનરમાં) શું ભેળવ્યું છે. અહીં દરેકને ઉલ્ટી થઈ રહી છે. તેમની જીભ પર કાપના નિશાન છે. તેમના મોં બળી રહ્યાં છે. ખબર નથી કે તેઓએ અમને કેવો એસિડ આપ્યો છે." આ પછી તે કેફેમાં હાજર લોકોને પોલીસને બોલાવવાનું કહે છે.
 
પહેલા મોઢામાં બળતરા, પછી લોહીની ઉલટી
અહેવાલો અનુસાર, પીડિતોને પહેલા તેમના મોંમાં બળતરાનો અનુભવ થયો અને ઉલ્ટી થવા લાગી. થોડી જ વારમાં તેને લોહીની ઉલ્ટી થવા લાગી. પાણીથી મોઢું ધોવા છતાં તેને કોઈ મદદ મળી ન હતી.

Edited by-monica sahu