શુ મોદી રાજમાં કાશ્મીર સંકટ ગહેરાઈ રહ્યુ છે ?
રવિવારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં થયેલ પેટાચૂંટણીમાં હિંસા અને ખૂબ ઓછા વોટિંગથી પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે. ભારત પ્રશાસિત કાશ્મીરની શ્રીનગર લોકસભા સીટ પર રવિવારે થયેલ પેટાચૂંટણીમાં ફક્ત 6.5 ટકા વોટિંગ થયુ. મતદાન દરમિયાન 8 લોકો માર્યા ગયા.
ઘાટીમાં ચૂંટણી દરમિયાન અલગતાવાદી નેતા બહિષ્કારનુ આહ્વાન કરતા રહા છે પણ આ વિશે જેવુ જોવામં આવ્યુ છે તે ભારત સરકાર માટે ચિંતાની વાત છે.
મોદી સરકાર તરફથી નિરાશા
ઘાટીમાં 2016ના પ્રદર્શન આખી દુનિયા જોઈ ચુકી છે. મહિનાઓ સુધી ચાલેલ પ્રદર્શનોમાં લગભગ 90 લોકો માર્યા ગયા. આ દરમિયાન લાંબી હડતાલો થઈ અને બધુ કામકાજ ઠપ્પ થઈ ગયુ. પણ ત્યારપછી કાશ્મીર મુદ્દાને લઈને કોઈ પ્રગતિ નથી ચાલી.
જો જોવા જઈએ તો આજકાલ તો જે પણ સરકાર દિલ્હીમાં આવી તેમને આગળ વધવાના કંઈક ને કંઈક પગલા જરૂર ઉઠાવ્યા. ભલે નિયંત્રણ રેખા પર અવરજવર ખોલવી હોય કે સીમાપાર વેપારની મંજુરી આપવાની હોય કે પાકિસ્તાન સાથે વાતચીતની હોય. પણ જ્યારથી દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે. કાશ્મીર મુદ્દાને લઈને મોદી સરકાર તરફથી કોઈ પણ પહેલ કરવામાં આવી નથી.
આ મુદ્દા ઉપરાંત આખા દેશમાં જે વાતાવરણ છે તેને લઈને પણ કાશ્મીરમાં લોકો એક પ્રક્રારની અસુરક્ષા અનુભવી રહ્યા છે. તેમને લાગે છે કે ભારત સરકાર કાશ્મીરના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે અને કાશ્મીરીયોની આકાંક્ષાઓ અને રાજનીતિક માંગને લઈને તે ગંભીર નથી. તેને લઈને કાશ્મીરના નવજવાનો ખૂબ જ ગુસ્સે છે.
આ ગુસ્સો આપણે 2016ના પ્રદર્શનોમાં જોયો.. પછી અમને લાગ્યુ કે હવે ઠંડો પડી ચુક્યો છે પણ આવુ થયુ નહી. સાત આઠ મહિનાના પ્રદર્શન પછી થોડો થાક આવી ગયો હતો પણ હવે લાગે છે કે તેમા ફરીથી જુસ્સો આવી રહ્યો છે. લોકો એકવાર ફરી બહાર નીકળી રહ્યા છે પોતાનો ગુસ્સો બતાવવા માટે...
જેટલી પણ ઓછી વોટિંગ થઈ છે તેમા જે પણ લોકો ચૂંટાશે તે એક પ્રકારના લોકતંત્રની મજાક જ હશે. સાત ટકા લોકોએ વોટ કર્યો અને 93 ટકા લોકોએ વોટ ન આપ્યો.
જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી સુધી લોકોએ વિચારવુ પડશે કે આવી કેવી રીતે થઈ પરિસ્થિતિ આટલી ખરાબ..
90ના દસકામાં જ્યારથી ચરમપંથની શરૂઆત તહી આપણે ચૂંટણીમાં વધુ ખરાબ દિવસો જોયા છે. 1996ની ચૂંટણી સૌથી મુશેક્લ ચૂંટણીઓમાંથી એક હતી. એ સમયે પણ હિંસા થઈ. કેટલાક સ્થાનો પર ગ્રેનેડ ફાટ્યો તો કેટલાક સ્થાન પર ગોળીઓ ચાલી. પણ આ વખતની હિંસા તેનાથી જુદી હતી. સામાન્ય લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા તેમની પાસે કોઈ હથિયાર નહોતો. તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શન કરી રહ્યા હતા.
માત્ર 6.5 ટકા વોટિંગ પછી જે પણ વ્યક્તિ ચૂંટાઈને આવશે, તેનો એ દાવો કરવાનો નૈતિક હક નહી હોય કે તેને લોકોએ પસંદ કર્યો છે. આવનારા દિવસોમાં ખૂબ જ નિરાશા દેખાય રહી છે.
આશંકાઓનુ સૌથી મોટુ કારણ એ છે કે કોઈપણ મુદ્દાન્ને લઈને કોઈ પહેલ નથી કરવામાં આવી રહી. માર્ગ પર જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે.. મરી રહ્યા છે તે નવયુવકો છે. 17-17, 18-18 વર્ષના.. તેમની અંદર ગુસ્સો કેમ છે ?
તેમની પાસે હથિયાર નથી, પન તે મરવા માટે તૈયાર છે. આવામાં લાગે છે કે તેમની અંદર ક્યાકને ક્યાક નારાજગી છે અને ગુસ્સો પણ. જો ખરેખર કાશ્મીરને બચાવવુ છે તો રાજ્ય અને કેન્દ્રની સરકારને કાશ્મીરના યુવાઓને રાજનીતિક વાતચીતમાં સામેલ કરવા પર ગંભીરતાથી વિચારવુ પડશે. જો ખરેખર કાશ્મીર બચાવવુ છે તો રાજ્ય અને કેન્દ્રની સરકારને કાશ્મીરના યુવાઓને રાજનીતિક વાતચીતમાં સામેલ કરવા પર ગંભીરતાથી વિચારવુ પડશે.