રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (10:37 IST)

બુલંદશહેર/ઈંસ્પેક્ટરના પુત્રએ કહ્યુ - હિન્દુ-મુસ્લિમ વિવાદમાં ગયો પોતાનો જીવ, કાલે કોઈ અન્ય માર્યો જશે

ગૌહત્યાના શકમાં થયેલ હિસા દરમિયાન માર્યા ગયેલા ઈસ્પેકટર સુબોધ સિંહના પુત્ર અભિષેકે કહ્યુ કે તેમના પિતાએ મને સારી વ્યક્તિ બનવાની સલાહ આપી. તેમણે મને હંમેશા ધર્મના નામ પર થનારી હિંસાથી દૂર રહેવાનુ કહ્યુ. પણ આજે હિન્દુ-મુસ્લિમ વિવાદે મારા પિતાનો જીવ લઈ લીધો. કાલે કોઈ અન્યના પિતા માર્યા જશે. 
 
ચિંગરાવઠી વિસ્તારમાં સોમવારે ગૌહત્યાના શકમાં હિંસક પ્રદર્શન થયુ હતુ. આ દરમિયાન જ્યારે પોલીસ ઉપદ્રવીઓને રોકવા પહોંચી તો ભીડે પોલીસ પર હુમલો કર્યો. આ દરમિયાન ઈસ્પેક્ટર સુબોધને ગોળી વાગવાથી તેમનુ મોત થયુ. આ દરમિયાન એક યુવક પણ માર્યો ગયો. પોલીસે મામલામાં બે એફઆઈઆર નોંધી છે. પહેલી એફઆઈઆર સ્લૉટર હાઉસ પર અને બીજી હિંસાને લઈન્ એફઆઈઆરમાં 27 નામજદ અને 60 અજ્ઞાત આરોપી છે. અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરવામાં આવી. 
500 લોકોએ કર્યો હુમલો 
 
હિંસા દરમિયાન ઘટના સ્થળ પર હાજર ઉપ નિરીક્ષક સુરેશ કુમારે દાવો કર્યો કે લગભગ 300થી 500 લોકોએ મળીને પોલીસદળ પર હુમલો કર્યો હતો. બુલંદશહેરના ડીએમ અનુજ ઝા એ જણાવ્યુ કે ઈસ્પેક્ટર સુબોધનુ મોત ગોળી વાગવાથી થયુ. 
 
યોગીએ મદદ કરવાનુ એલાન કર્યુ
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની માહિતી લીધી. તેમણે દિવંગત ઈંસ્પેક્ટરની પત્નીને 40 લાખ રૂપિયા અને તેના માતા-પિતાને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનુ એલાન કર્યુ. તેમણે આશ્રિત પરિવારને અસાધારણ પેંશન અને પરિવારના એક સભ્યને નોકરી આપવાનુ પણ આશ્વાસન આપ્યુ. 
 
અખલાક કેસની તપાસમાં સામેલ હતા ઈંસ્પેક્ટર સુબોધ 
 
સુબોધ ગ્રેટર નોએડામાં થયેલ અખલાખ હત્યાકાંડની તપાસમાં સામેલ હતા. તેઓ 28 સપ્ટેૢબર 2015થી 9 નવેમ્બર 2015 સુધી આ મામલાના અધિકારી રહ્યા હતા. 28  સપ્ટેમ્બર 2015ના રોજ ગ્રેટર નોએડાના બિસાહડા ગામમાં કેટલાક યુવકોએ અખલાખની હત્યા કરી હતી. હુમલાવરોને શક હતો કે અખલાકના ઘરમાં ગોમાંસ મુકવામાં આવ્યુ હતુ.  ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. સાથે જ આ ગામ રાજકીય અખાડો બની ગયું હતું. આ ગામ જારચા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તે સમયે જારચામાં સુબોધ કુમાર જ ઈંચાર્જ હતાં. તેમની આગેવાનીમાં જ પોલીસની ટીમે બિસાહડા કાંડનો ખુલાસો કરી ધરપકડ કરી હતી. તે બિસાહદા કાંડના તપાસ અધિકારી રહી ચુક્યાં છે. તેના આધારે જ બિસાહડા કાંડની ચાર્જશીટ તૈયાર કરી હતી. ચાર્જશીટ અનુંસાર તે બિસાહડા કાંડમાં સાક્ષી નંબર – 7 હતાં.
 
ઉત્તર પ્રદેશ એડીજી (લૉ એંડ ઓર્ડર) આનંદ કુમારે જણાવ્યું હતું કે, સુબોધ કુમાર સિંહ 28 સપ્ટેમ્બર 2015થી 9 નવેમ્બર 2015 સુધી અખલાખ કેસના તપાસ અધિકારી હતાં. બાદમાં આ કેસમાં ચાર્જશીટ અન્ય તપાસ અધિકારીએ ફાઈલ કરી હતી.સુબોધ કુમાર સિંહ મૂળ રૂપે એટાના રહેવાસી હતા. મેરઠમાં પણ તેમનું ઘર છે, પરંતુ ત્રણ વર્ષ પહેલા જ તેમની બદલી ગાઝિયાબાદમાં થઈ હતી.