શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (15:23 IST)

યૂપી -સહારનપુરના દેવબંધના જૈશના 2 આતંકવાદીની ધરપકડ, લોકોની ભરતી કરી રહ્યા હતા.

. ઉત્તરપ્રદેશા પોલીસના આતંકવાદ વિરોધી ટીમે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના બે શંકાસ્પદ સભ્યોને સહારનપુરના દેવબંધથી ધરપકડ કરી છે. પોલીસ મહાનિદેશક ઓમપ્રકશ સિંહે શુક્રવારે અહી પ્રેસ કૉન્ફરેંસમાં જણાવ્યુ કે યૂપી એટીએસને બે દિવસ પહેલા સૂચના મળી હતી કે દેવબંધમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ બે આતંકવાદી વિદ્યાર્થીના રૂપમાં રહી રહ્યા છે. 
 
સિવલાંસની મદદથી તેમની તપાસ કરવામા6 આવી તો શક વધુ મજબૂત થઈ ગયો. સિંહે જણાવ્યુ કે આવતીકાલે સાંજે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા અને જ્યારે એ શંકાસ્પદ વિશે માહિતી ચોક્કસ થઈ ગઈ તો ગઈકાલે રાત્રે બંનેની ધરપકડ કરી લેવામાં આવી. 
તેમણે જણાવ્યુ કે ધરપકડ પામેલા આતંકવાદીઓમાંથી શાહનવાજ જમ્મુ-કાશ્મીરના કુલગામનો રહેનારો છે. બીજી બાજુ તેનો સાથી આકિબ અહમદ પુલવામાં નો રહેવાસી છે.  તેની પાસેથી કેટલાક હથિયાર મોબાઈલમાં વીડિયો કેટલાક ફોટોગ્રાફ અને કેટલીક અન્ય શંકાસ્પદ સામગ્રી મળી છે જેની શોધખોળ ચાલુ છે. 
 
સિંહે જણાવ્યુ કે શાહનવાજ અને આકિબ અહમદ પોતાના સંગઠનમાં યુવકોની ભરતી કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા હતા.  શરૂઆતની પૂછપરછમાં જાન થઈ છે કે તેમાથી શાહનવાજ બોમ્બ બનાવવા ઉપરાંત આતંકવાદનુ પ્રશિક્ષન પણ આપે છે. 
 
પોલીસ મહાનિદેશકે જણાવ્યુ કે પકડાયેલ બંને શંકાસ્પદ આતંકવાદીઓની વય 20થી 25 વર્ષની વચ્ચે છે. બંનેને ટ્રાંજિટ રિમાંડ પર લખનૌ લાવીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ વાતની પણ તપાસ કરવામાં આવહે કે બંનેને ઉત્તર પ્રદેશમાં કેટલા યુવાઓને પોતાના સંગઠનમાં ભરતી કર્યા છે. આ બંનેના નિશાના પર શુ હતુ. તેમને પૈસા કોણ પુરા પાડી રહ્યુ છે અને શુ અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં બંનેનો કોઈ હાથ હતો કે નહી.