બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (17:08 IST)

ઓમિકૉન વૈરિએંટની ભારતમાં પણ એંટ્રી, કર્ણાટકમાં મળ્યા બે કેસ, અત્યાર સુધી 29 દેશોમાં 373 કેસ

દેશમાં કોરોના વાયરસના ખતરનાક વૈરિએંટ ઓમિક્રોને એંટ્રી કરી દીધી છે. કર્ણાટકમાં બે દર્દીઓમાં આ વૈરિએંટની ચોખવટ થઈ છે. કેન્દ્રીય સંયુક્ટ સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે જે બે લોકોમાં આ વૈરિએંટની ચોખવટ થઈ છે. બંને કર્ણાટકના રહેનારા છે. આ બંને દર્દીઓમાં મામૂલી લક્ષણ જ જોવા મળ્યા છે અને તેમને ક્વોરેંટાઈનમાં મુકવામા આવ્યા છે. તેમણે કહ્યુ કે અત્યાર સુધી દુનિયાભરના 29 દેશોમાં 373 ઓમિક્રોન વૈરિએંટના મામલા સામે આવ્યા છે. અમેરિકા, ઈઝરાયેલ, જાપાન જેવા મોટા દેશ આ લિસ્ટમાં સામેલ છે. હવે ભારત પણ તેમા સામેલ થઈ ગયુ છે. 

 
છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં આને લઈને સતર્કતા રાખવામાં આવી  રહી હતી અને પાસપોર્ટ પર ઊંડી તપાસ થઈ રહી હતી. સ્વાસ્થ્ય સચિવે કહ્યુ, હાલ દુનિયાભરમા કોરોનાના કેસમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. માત્ર યુરોપમાં છેલ્લા એક અઠવાડિયામાં દુનિયાભરના 70 ટકા કેસ જોવા મળ્યા છે. તેમણે કહ્યુ કે 28 નવેમ્બરના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયે યુરોપમાં 2.75 લાખ નવા કોરોના કેસ મળ્યા છે. આ ઉપરાંત 31 હજાર લોકોનુ મોત થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વૈરિએંટના ઉપરાંત પણ યૂરોપના દેશોના ઉપરાંત રૂસ વગેરેમાં પણ કોરોનાના નવા કેસમા તેજી જોવા મળી રહી હતી. 
 
હવે આ નવા વૈરિએંટના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. દુનિયાભરમાં ઓમિક્રોન વૈરિએંટને લઈને ભયનો માહોલ છે. એટલુ જ નહી તેને લઈને એવુ કહેવાય રહ્યુ છે કે આ કોરોનાવૈક્સીનને પણ માત આપી શકે છે. જો કે યૂરોપના મુકાબલે એશિયામાં હાલ સ્થિતિ કાબુમાં છે. ભારત સહિત 11 દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં છેલ્લા એક અઠવાડિયામાં 1.2 લાખ જ નવા કેસ મળ્યા છે. જે આખી દુનિયાના 3.1 ટકાના બરાબર છે. તેમણે કહ્યુ કે દુનિયાભરથી જુદો ટ્રેંડ અહી જોવા મળી રહ્યો છે. એક બાજુ યૂરોપમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ ક્ષેત્રમાં ઘટી રહ્યા છે