દુર્ઘટના : 72 યાત્રીઓ ભરેલું પ્લેન ક્રેસ- નેપાળના પોખરામાં 72 બેઠકો ધરાવતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
નેપાળી આર્મીના પ્રવક્તા રવિ કૃષ્ણાપ્રસાદ ભંડારીએ જાણકારી આપી કે દુર્ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં 16 મૃતદેહ મળ્યા છે.
નેપાળના સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તા જગન્નાથ નિરુલાના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
તેઓ કહે છે, "હવે અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ, બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે."
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 72 સીટવાળું પેસેન્જર વિમાન ક્રૅશ થયું છે. આ પછી ઍરપૉર્ટને હાલ પૂરતુું બંધ કરી દેવામાં આવ્યું છે.
એજન્સીએ કાઠમંડુ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 68 મુસાફરો સાથે ચાર ક્રૂ મેમ્બર હતા.
યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું છે.
સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું છે કે વિમાનમાં 72 લોકો સવાર હતા.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના સાથે જોડાયેલો વીડિયો છે.
નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું છે કે પોખરામાં યતી ઍરલાઇન્સના પ્લેન ક્રૅશમાંથી 40 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રવક્તા જગન્નાથ નિરૌલાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 68 મુસાફરો હતા.
તેમણે કહ્યું કે મુસાફરોમાં 53 નેપાળી અને 5 ભારતીયો હતા.
તે સિવાય રશિયાના 4 મુસાફરો, કોરિયાના 2 મુસાફરો, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ફ્રાન્સના એક-એક મુસાફરો હતા.