ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (10:15 IST)

Tokyo Paralympics- નવા એશિયાઈ રેકાર્ડની સાથે પ્રવીણ કુમારએ હાઈ જંપમાં સિલ્વર મેડલ પર જમાવ્યુ કબજો

ટોકયો પેરાલંપિકમાં ભારતીય એથલીટસનો જલવો જાળવી છે. હાઈ જંપ સ્પર્ધામાં પ્રવીણ કુમારએ દેશને છઠમો સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રવીણએ 2.07 મીટરની લાંબી છલાંગ મારતા સિલ્વર મેડલ કબ્જો કર્યુ. આ છલાંગની સાથે જ પ્રવીણએ નવા એશિયાઈ રેકાર્ડ પણ તેમના નામે કર્યુ. પૂરા મુકાબલામાં પ્રવીણએ સારી લય જોવાઈ પણ આખરે ક્ષણમાં પોલેંડના ખેલાડી જૉનાથન તેના પર ભારે પડ્યા અને 2.10 મીટરની છલાંગ લગાવતા તેણે ગોલ્ડ જીતી લીધું. પેરાલંપિકમાં આ ભારતનો 11મો મેડલ છે. 
 
પ્રવીણને ફાઈનલ મેચમાં પોલેંડના ખેલાડી જીબીઆર જોનાથનથી જોરદાર ટક્કર મળી અને બન્નેની વચ્ચે ગોલ્ડ માટે સખ્ત સંઘર્ષ જોવા મળ્યું. પ્રવીણ પોલેંડના આ ખેલાડીને જોરદાર ટક્કર આપી રહ્યા હતા પણ તે જૉનાથન  દ્વારા લગાવી 2.10મીટરની લાંબી કૂદની બરાબરી કરી શક્યા નથી અને તેમને સિલ્વરનો સંતોષ કરવુ પડ્યુ. હાઈ જંપમાં આ ભારતનો ત્રીજુ મેડલ છે તેનાથી પહેલા મરિયપ્પન થંગાવેલૂ અને શરદ કુમાર એ સિલ્વર અને બ્રોંઝ મેડલ પર કબ્જો કર્યુ હતું. ભારતે અત્યાર સુધી ટોક્યો પેરાલંપિકમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને ત્રણ બૉંઝની સાથે 11 મેડલ તેમના નામે કરી લીધા છે.