બીજેપી ધારાસભ્યએ શિવસેના નેતાને ગોળી મારી, પોલીસ સ્ટેશનમાં થયુ કાંડ
- બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે મારી ગોળી
- મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડની વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યો હતો વિવાદ
- પોલીસ સ્ટેશનમાં જ કર્યો ગોળીબાર
મહારાષ્ટ્રના ઠાણેમાં એ સમયે બબાલ મચી. જ્યા એક પોલીસ સ્ટેશનમાં બીજેપી ધારાસભ્યએ શિવસેના નેતાને ગોળી મારી દીધી. આ ગોળીબારીમાં શિવસેના નેતા મહેશ ગાયકવાડને ચાર ગોળી વાગી છે. આ સાથે જ એક અન્ય નેતા રાહુલ પાટીલ પણ સંપૂર્ણ રીતે ઘાયલ થયા છે. બંને નેતાઓની જુપિટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીજેપી ધારાસભ્યએ ચલાવી ગોળી
માહિતી મુજબ આ ગોળી બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે મારી છે. આ સાથે જ આ સંપૂર્ણ કાંડ ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં થયો છે. એવુ બતાવાય રહ્યુ છે કે મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કોઈ વિવાદને લઈને જ બંને હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને વાતચીત દરમિયાન જ ગણપતે મહેશને ચાર ગોળી મારી દીધી. હવે આ મામલે પોલીસ બીજેપી ધારાસભ્યની ધરપકડ કરી લીધી છે.
હોસ્પિટલમાં જમા થયા સમર્થક
આ ઘટના પછી ઘાયલ મહેશને ઉલ્હાસનગરના મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યા હાલત ગંભીર થયા બાદ તેમને રાત્રે 11 વાગે ઠાણેના જ્યુપિટર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ ઘટનાની સૂચના મળતા જ મહેશ ગાયકવાડના સમર્થક ભેગા થવા લાગ્યા હવે હાલત એ છે કે આખુ હોસ્પિટલ સમર્થકોથી ભરેલુ છે.
બંને નેતાઓ વચ્ચે હતો જમીની વિવાદ
પ્રાથમિક માહિતી મુજબ જમીની વિવાદને કારણે બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેનાના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતા અને તેમના સમર્થક હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ગરમાગરમી શરૂ થઈ અને પોલીસ સ્ટેશનની અંદર થયેલ ફાયરિંગ ભાજપા ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ.