આ શોખીન કાર્ટુનિસ્ટની યાત્રા છે, જેમણે ત્રીસ વરસની નાની ઉમરમાં એક બિઝનેસ સામ્રાજ્ય રિસર્ચ મીડિયા ગ્રુપ સમુહનું નિર્માણ કરવાની સાથે કોર્પોરેટ દિગ્ગજોની વચ્ચે પોતાનું આગવું સ્થાન બનાવ્યું. વિજયવાડા સ્થિત રિસર્ચ મીડિયા ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચૈતન્ય જંગા કુશળતા અને ક્ષમતાના અનોખા મિશ્રણ સાથે એક સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ છે. તેમણે એમની કંપનીઓના ગ્રુપને ખૂબ જ ધીરજ, ધૈર્ય અને દૃઢ સંકલ્પ થકી ઉલ્લેખનીય ઊંચાઈએ પહોંચાડ્યું છે.
ચૈતન્ય જંગા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિસર્ચ મીડિયા ગ્રુપે આરએમજીના વિસ્તરણ યોજનાની ઘોષણા કરવા માટે અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરી હતી, જેમાં લોકો સાથે તેમની અદભુત જીવની શેર કરી હતી. એક ધંધો શરૂ કરવા અને અનુકુળ તથા પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિ, બંનેમાં પોતાની પકડ મજબૂત હોવાનું જણાવ્યું. તેમનું કહેવું છે કે કામનો મુશ્કેલ હિસ્સો ગ્રાહકો, સહકર્મચારીઓ, કર્મચારીઓ, રોકાણકારો અને સહયોગીઓને ખુશ કરવા છે, ઉત્તમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ તેમની યોગ્યતા કે અનુભવ અને બજારનો પ્રભાવ નથી પણ આ લોકો સાથે તેમની કામ કરવાની રીત છે.
રિસર્ચ મીડિયા ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગા એક પ્રેરક ઉદ્યોગપતિ છે. રિસર્ચ મીડિયા ગ્રુપની શરૂઆત 1992માં ચૈતન્ય જંગાએ એમબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા બાદ કરી હતી. આટલા વરસો દરમિયાન ગ્રુપે અનેક માઇલસ્ટૉન પાર કર્યા છે અને મીડિયા સંચાલનમાં તેઓ આગળ વધ્યા રહ્યા. તેઓ આંધ્ર પ્રદેશના વિજયવાડા કૃષ્ણા જિલ્લાના એક મધ્યમવર્ગીય પરિવારના છે. જોકે તેમનું પ્રારંભિક જીવન પડકારરૂપ હતું, ચૈતન્ય જંગા જણાવે છે, મેં મારી કરિયરની શરૂઆત એક કાર્ટુનિસ્ટ તરીકે કરી હતી. એમબીએ કર્યા બાદ મેં જોયું કે તત્કાલીન સંયુક્ત આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રાજનૈતિક, વાણિજ્ય અને સિને બિઝ રાજધાનીમાં ઉચિત બ્રાન્ડિંગ સેવા નથી. પછી તમામ આવનારી કંપનીઓની જેમ રિસર્ચ મીડિયા એડવર્ટાઇઝિંગનું રૂપ લીધું, ધીરે ધીરે એણે રોમાંચક રીટર્ન આપ્યું અને મેં પાછું વળીને કદી જોયું નથી. ત્યાર બાદ રિસર્ચ મીડિયા વિજ્ઞાપને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલુરુ, ગોવા, કોલકાતા, મુંબઈ, દિલ્હી અને ભારતના અમુક અન્ય સ્થળો ઉપરાંત દુબઈ, સિંગાપોર, બાંગ્લાદેશ, મલેશિયા, બેંગકોક, શ્રીલંકા, યુકે અને યુએસએમાં અમારી શાખાઓ લૉન્ચ કરી. હું ખૂબજ ભાગ્યશાળી હતો કે મને અનેક પ્રતિભાશાળી લોકો મળ્યા જેમણે એક ઉદ્યોગપતિ બનવા માટે માર્ગદર્શન આપ્યું અને મેં પાછા વળીને જોયું નથી. આ વિભિન્ન પ્રતિભાશાળી ગ્રુપના વિશેષજ્ઞોની સમર્પિત ટીમ વર્ક છે, જેમણે ગ્રુપને ભીડની વચ્ચે ટોચ પર રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટીમ મારી પૂંજી છે. ટીમ મારૂં રોકાણ છે અને ટીમ મારી તાકાત છે.
રિસર્ચ મીડિયા ગ્રુપ દેશ અને વિદેશમાં 18 હજારથી વધુ લોકોને સેવા આપી ચુક્યુ છે અને આપી રહ્યું છે. સેલિબ્રિટી હબ અને રેડ બ્રાન્ડિંગ ગ્રુપના મહત્ત્વપૂર્ણ ઘટક છે, જ્યાં દુનિયાભરના હજારો મૉડલને લાભ મળ્યો છે. ગ્રુપે એકથી વધુ મોર્ચા પર પોતાની આગવી ઓળખ બનાવી છે. અને જેમાં પ્રવેશ કર્યો છે, એક આગવી પોઝિશન હાંસલ કરી છે. ગ્રુપનો બિઝનેસ ગયા નાણાકીય વર્ષમાં 572 કરોડ રૂપિયા હતો અને આગામી બે નાણાકીય વરસમાં વધારીને 1000 કરોડના આંકને પાર કરવાની યોજના છે. પી.વી.એસ. વર્મા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.