રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (13:13 IST)

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત કર્યુ ખતમ, કહ્યુ 50%ની સીમા તોડવી સમાનતા વિરુદ્ધ

મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધુ છે. 5 જજની બંધારણીય બેંચે અનામત અંગે સુનાવણી કરતાં કહ્યું છે કે તેની મર્યાદા સીમાને 50 ટકાથી વધુ વધારી શકાતી નથી. આ સાથે કોર્ટે 1992 ના ઇન્દિરા સાહની કેસમાં આપેલા ચૂકાદાની સમીક્ષા કરવાની પણ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને  રદ્દ કરતાં કહ્યું હતું કે આ 50 ટકાની સીમાનુ ઉલ્લંઘન કરે છે.  કોર્ટે કહ્યું કે આ સમાનતાના અધિકારનો ભંગ છે. આ સાથે કોર્ટે 2018 ના રાજ્ય સરકારના કાયદાને પણ ફગાવી દીધો છે.
 
ઉલ્લેખનીય છે કે  મહારાષ્ટ્ર સરકારે 50 ટકા મર્યાદાની બહાર જતા મરાઠા સમુદાયને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 માં લીધેલા નિર્ણય સામે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ચુકાદો સંભળાવતા જસ્ટિસ ભૂષણે કહ્યુ કે આ ઈંદિરા સાહની કેસ પર ફરીથી વિચાર કરવાનુ કોઈ કારણ નથી લાગતુ. કોર્ટે મરાઠા અનામતની સુનાવણી કરતા કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા અનામતની 50%ની લિમિટને તોડી શકાતી નથી.
 
જસ્ટિસ ભૂષણ બોલ્યા - સમાનતાના અધિકાર વિરુદ્ધ છે 50 ટકાની સીમા તોડવી 
 
આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે મરાઠા અનામત આપનારો કાયદો 50 ટકાની સીમાને તોડે છે અને આ  સમાનતાની વિરુદ્ધ છે. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ બતાવવામાં નિષ્ફળ રહી છે કેવી રીતે મરાઠા સમાજ સામાજીક અને આર્થિક રીતે પછાત છે. આ સાથે જ ઈંદિરા સાહની કેસમાં 1992ના ટોચની કોર્ટના નિર્ણયની સમીક્ષા કરવાની પણ કોર્ટે નકારી દીધો. 
 
જાણો શુ હતો ઈંદિરા સાહની કેસમા કોર્ટનો નિર્ણય 
 
ઉલ્લેખની છે કે 1992માં 9 જજોની સંવૈધાનિક બેચે અનામતની 50 ટકાની સીમા નક્કી કરી હતી. આ વર્ષે માર્ચમાં 5 જજોની બંધારણીય બેંચે તેના પર સુનાવણી પર તૈયારી બતાવી  હતીકે છેવટે કેમ કેટલકા રાજ્યોમાં આ સીમાથી બહાર જઈને રિઝર્વેશન આપી શકાય છે. જો કે હવે કોર્ટે ઈંદિરા સાહની કેસના નિર્ણયની સમીક્ષાથી ઈનકર કર્યો છે. 5 ન્યાયાધીશોની બેંચમાં અશોક ભૂષણ ઉપરાંત ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ. રવિન્દ્ર ભટ સામેલ હતા.