રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (11:56 IST)

સુપ્રીમ કોર્ટમાં એક સાથે અપાવી 9 જજોને શપથ બન્યા ઘણા રેકાર્ડ

સુપ્રીમ કોર્ટમાં આજે નવ જજને એક સાથે પદ અને ગોપનીયતાની શપથ અપાવી છે/ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ જે જજને શપથ અપાવી તેમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા વિક્રમ નાથ, જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, હેમા કોહલી, વેંકટરામૈયા નાગરત્ન, ચુડાલયેલ થેવન રવિકુમાર, એમ.એમ. સુંદરેશ, બેલા મધુર્યા ત્રિવેદી અને પમીઘનાતમ શ્રી નરસિંહના નામનો સમાવેશ થાય છે.
 
મંગળવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં નવ જજોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા ત્યારે ઘણા રેકોર્ડ બન્યા હતા. અગાઉ ક્યારેય સુપ્રીમ કોર્ટના નવ જજોએ એક સાથે શપથ લીધા નહોતા. આ જજોમાં ત્રણ મહિલા જજોનો સમાવેશ થાય છે. ત્રણ મહિલા જજોએ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત શપથ લીધા છે. આમાંથી જસ્ટિસ બીવી નાગરથના આવા જજ છે જે 2027 ની આસપાસ દેશના મુખ્ય ન્યાયાધીશ બનશે, જોકે તેમનો કાર્યકાળ ઘણો ઓછો હશે.