શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:28 IST)

એનડીટીવીએ હટાવી અમિત શાહના પુત્ર પર કરવામાં આવેલી સ્ટોરી...મેનેજીંગ એડિટર શ્રીનિવાસન જૈને દુખ વ્યક્ત કર્યુ..

એનડીટીવીને 'કાયદાકીય ખામી'  માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર કરવામાં આવેલ રિપોર્ટને પોતાની વેબસાઈટ પરથી હટાવવી પડી છે. આ માહિતી ચેનલના મેનેજીંગ એડિટર શ્રીનિવાસન જૈને સોશિયલ મીડિયા પર આપી. જૈને પોતાના ટ્વીટમાં જણાવ્યુ એક અઠવાડિયા પહેલા જય શાહની કંપનીએને આપવામાં આવેલ લોન પર માનસ પ્રતાપ સિંહ અને મારા રા ક્રરવામાં આવેલ એક રિપોર્ટને એનડીટીવીની વેબસાઈટ પરથી હટાવી હતી. જૈને જણાવ્યુ કે એનડીટીવીના વકીલોએ તેમને કહ્યુ કે આ રિપોર્ટની કાયદાકીય ખામીઓ કાઢવામાં આવી રહી છે. 
 
જૈને લખ્યુ.. એનડીટીવીના વકીલોએ કહ્યુ કે કાયદાકીય કમીઓ માટે હટાવવી પડશે... અત્યાર સુધી આ રિપોર્ટ પરત લાગી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે રિપોર્ટ સંપૂર્ણ રીતે સાર્વજનિક રૂપે રહેલા તથ્યો પર આધારિત છે. તેમા કોઈ પણ પ્રકારનો નિરાધાર કે અયોગ્ય આરોપ નથી લગાવ્યો.. આવી પરિસ્થિતિમાં પત્રકારોમાટે ખૂબ મુશ્કેલ છે.  હાલ હુ આને એક પરેશાની સમજી રહ્યો છુ અને હંમેશાની જેમ એનડીટીવી પર પત્રકારિકા ચાલુ રાખીશ.. મે આ વાત એનડીટીવીને પણ બતાવી દીધી છે. 
 
સ્ક્રોલ વેબસાઈટ મુજબ જૈનની રિપોર્ટ લોન્સ ટૂ જય શાહ : ક્રોનિઈજ્મ ઑફ બિઝનેસ એજ યૂજુઅલ ? નવ ઓક્ટોબરના રોજ એનડીટીવી પર પ્રસારિત થઈ હતી. પછી એ ચેનલની વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી. જો કે જૈનની રિપોર્ટ એ દિવસે એનડીટીવીના યૂટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી જે હજુ પણ યુટ્યુબ પર  છે.....