સિદ્ધુના બગડ્યા બોલ - કરતારપુરમાં સિદ્ધુએ ઈમરાન ખાનને મોટો ભાઈ કહ્યો; ભાજપે કહ્યું- આ કોંગ્રેસનું સુનિયોજિત કાવતરું છે
કરતારપુર સાહિબની મુલાકાતે પાકિસ્તાન ગયેલા નવજોત સિંહ સિદ્ધુના નિવેદનબાજી પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શનિવારે સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરાને તેમને ઘણો પ્રેમ આપ્યો છે. સિદ્ધુના આ નિવેદન પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે સિદ્ધુએ ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેઓ હંમેશા પાકિસ્તાનના વખાણ કરતા રહે છે. પાત્રાએ કહ્યું કે આ કોંગ્રેસનું સુનિયોજિત કાવતરું છે.
પાકિસ્તાન આગમન પર શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ પછી કરતારપુર સાહિબના સીઈઓએ તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આખું પાકિસ્તાન તમારું સ્વાગત કરે છે. અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. તેના પર સિદ્ધુએ કહ્યું કે ઈમરાન મારો મોટો ભાઈ છે. તેણે મને ઘણો પ્રેમ આપ્યો છે. આ પછી સિદ્ધુનું માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.