યુક્રેન પર વર્ષના પ્રથમ દિવસે પણ રશિયાનો હુમલો ચાલુ, ઈરાની ડ્રોનથી બૉમ્બવર્ષા કરી
યૂક્રેનની સેના અનુસાર, રશિયાએ નવા વર્ષના પ્રથમ દિવસે (રવિવારે) પણ તેમના દેશ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં રશિયાએ ઈરાનમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
આ હુમલામાં રાજધાની કિવ સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેનાથી યૂક્રેનમાં વીજ પુરવઠા પર ખરાબ અસર પડી છે.
જોકે, યૂક્રેનની સેનાએ કહ્યું છે કે, મધરાતથી આવા ડઝનબંધ ડ્રોન પાડી દીધા છે. બીજી તરફ રશિયાએ જણાવ્યું હતું કે, તેણે યૂક્રેનના ડ્રોન બનાવવાના પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.
દક્ષિણ યૂક્રેનના ખેરસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ હુમલામાં 13 વર્ષનો એક છોકરો બે વાર ફસાઈ ગયો હતો.
જ્યારે તે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તે પ્રથમવાર પકડાયો હતો. ત્યારબાદ તે હૉસ્પિટલ પહોંચ્યો, ત્યારે ત્યાં પણ રશિયાએ તેના પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એ છોકરાની હાલત ખૂબ જ ગંભીર છે.