શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (13:30 IST)

Rohingya Refugees News: દિલ્હીમાં રોહિંગ્યા શરણાર્થિઓને ફ્લેટ આપશે મોદી સરકાર, કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો ટ્વીટ

શુ કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર રોહિંગ્યા મુસલમાનોને દેશમાં શરણ આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ બાબત ટ્વીટ કર્યો છે. પુરીએ ટ્વીટ કરી કહ્યુ કે ભારત આમ બધા લોકોનો સ્વાગર કરે છે જે દેશમાં શરણાર્થીની માંગણી કરે છે. ઉલ્લેખનીય છે કે બીજેપીના નેતા રોહિંગ્યા મુસલમાનોને દેશથી બહાર કરવાની માંગણી કરતા રહે છે. 
 
રોહિંગ્યા શરણાર્થીઓને મળશે ફ્લેટ!
પુરીએ બીજું ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું, 'ભારત દેશમાંથી શરણ માગનારા તમામ શરણાર્થીઓનું સ્વાગત કરે છે. એક મોટા નિર્ણયમાં તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારના EWS ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવશે. તેમને UNHCR ID અને ચોવીસ કલાક દિલ્હી પોલીસ સુરક્ષા આપવામાં આવશે.
 
તો શું મોદી સરકાર બદલી રહી છે નીતિ 
હકીકતમાં પુરીએ એએનઆઈની સ્ટોરીને ટ્વીટ કરતા લખ્યુ કે જે લોકો ભારતની રિફ્યુજી પૉલીસીના વિરૂદ્ધ ઝૂઠી અફવાહ ફેલાવવાનો કામ કરે છે તેને સીએએથી જોડે છે તેણે હવે નિરાશા મળશે. ભારત સંયુક્ત રાષ્ટ્રના રિફ્યુજી કંવેંશન 1951ને માને છે અને રંગ, ધર્મ અને જ્ઞાતિને અનુલક્ષીને જરૂરિયાતમંદોને આશ્રય આપે છે.