ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (18:31 IST)

શ્રદ્ધાળુઓ માટે ડિસેમ્બર 2023માં ખુલશે અયોધ્યાનુ ભવ્ય રામમંદિર, 2025 સુધી પુરૂ થશે કામ

અયોધ્યામાં બની  રહેલ ભવ્ય રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખુલી જશે.. ભારત સહિત દુનિયાભરના ભક્તો રામલલાના દર્શન કરી શકશે. રામ મંદિર ટ્રસ્ટના સૂત્રો તરફથી આ માહિતી આપવામાં આવી છે.  આ પહેલા પણ રામ મંદિરના નિર્માણના કામની દેખરેખ કરી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યુ હતુ કે મંદિર મુખ્ય માળખુ 2023 ના અંત સુધી તૈયાર થઈ જશે અને ત્યારબાદ  ભક્તો માટે ખોલી શકાશે. 
 
રામ મંદિરમાં ભલે ભક્તો ડિસેમ્બર 2023થી પૂજા શરૂ કરી શકશે, પરંતુ સમગ્ર મંદિરનુ નિર્માણ 2025 સુધીમાં જ પૂર્ણ થવાની શક્યતા છે. મંદિર આંગણમાં જ એક સંગ્રહાલય, ડિજિટલ અર્કાઇવ અને એક રિસર્ચ સેંટર પણ શરૂ કરવામં આવશે. મ્યુઝિયમ અને આર્કાઇવ દ્વારા લોકો અયોધ્યા અને રામ મંદિરનો ઇતિહાસ જાણી શકશે. આ સિવાય હિન્દુ સંસ્કૃતિ વિશે પણ જણાવવામાં આવશે.
 
મંદિરના નિર્માણ સાથે જોડાયેલા લોકો આ વર્ષની શરૂઆતથી અનેક વખત કહી ચુક્યા છે કે બે વર્ષની અંદર મંદિરમાં પૂજા-અર્ચના શરૂ થઈ જશે અને સામનય જનતા માટે ભગવાનના દર્શનની મંજુરી આપવામાં અવશે. તેનાથી  અંદાજ લગાવી શકાય છે કે ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા કરી શકશે.