ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચંડીગઢ , શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (15:25 IST)

#Ram Rahim Verdict સાધ્વી રેપના દોષી સાબિત થયેલા ગુરમીત રહીમની ધરપકડ કરવામાં આવી

રેપના મામલે પંચકૂલાની નીચલી કોર્ટે ગુરમીત રામ રહીમને દોષી સાબિત કર્યા છે. અને સજાનુ એલાન 28 તારીખે થશે. કોર્ટના આ નિર્ણય પછી તરત ગુરમીત રામ રહીમની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટથી એક કિલોમીટર સુધી ડેરા સમર્થકોએ ભારે જમાવડો કર્યો છે. આવામાં રામ રહીમને કોર્ટમાંથી બાહર કાઢીને લઈ જવા સૌથી મોટો પડકાર છે. 
 
  LIVE UPDATE 
- 28 ઓગસ્ટના રોજ વીડિયો કોંફ્રેસિંગ દ્વારા ગુરમીત રામ રહીમને સજા સંભળાવી શકાય છે. આજે કોર્ટે દોષે સાબિત કર્યા છે પણ 28 ઓગસ્ટના રોજ સજા નક્કી કરવામાં આવશે. ગુરમીત રામ રહીમને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ માત્ર 4 મિનિટના અંતર પર સેનાના પશ્ચિમી કમાંડમાં મુકવામાં આવશે. રામ રહીમ માટે ટેંપરેરી જેલ બનાવી છે. રામ રહીમને પશ્ચિમી કમાંડમાં સેનાની કસ્ટડીમાં મુકવામાં આવશે.  પશ્ચિમી કમાંડ સેનાનો એ વિસ્તાર છે જ્યા કોઈ પક્ષી પણ ફફડી શકતુ નથી. 
 
- નિર્ણય આવતા જ સેનાની ગાડીઓ રેડ ફ્લેગ માર્ચ માટે નીકળી. રેપના દોષી કરાર થયેલ ગુરમીત રામ રહીમ તેમની ધરપકડ કરવામાં આવી છે. શક્ય છે કે આ નિર્ણય 10 પાનાનો છે. 
 
- સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં જજે નિર્ણય વાંચવો શરૂ કર્ય્ 
 
- ફક્ત જજ વકીલ અને રામ રહીમ કોર્ટ રૂમમાં હાજર છે. જજ જગદીપ સિંહ સંભળાવશે ગુરમીત રામ રહીમ પર નિર્ણય