હેલિકોપ્ટર ક્રેશ પર રક્ષા મંત્રીનુ સંસદમાં નિવેદન, બપોરે 12.08 પર ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો, જ્યારે સ્થાનિક લોકો પહોચ્યા તો હેલિકોપ્ટરમાં આગ લાગી ચુકી હતી
CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે સંસદમાં માહિતી આપી. 4 મિનિટના નિવેદનમાં તેમણે આખી ઘટનાનુ મિનિટ ટૂ મિનિટ વિગત આપી. રક્ષા મંત્રીએ આ દરમિયાન CDS રાવત, તેમની પત્ની મઘુલિકા અને બાકીના 11 સૈન્ય ઓફિસરોને શ્રદ્ધાંજલિ આપી. તેમને સંસદમાં જણાવ્યુ
જનરલ રાવત વેલિંગ્ટન ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં પૂર્વ આયોજિત ટૂર પર હતા. ગઈકાલે 11:48 વાગ્યે હેલિકોપ્ટરે ટેક-ઓફ કર્યું હતું. ત્યાર પછી 12:15 વાગ્યે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.
સ્થાનિક લોકો દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા, તેમને મિલિટ્રી હેલિકોપ્ટરને સળગતુ જોયુ. ટીમો પણ પહોંચી. તેમણે ક્રેશ સાઈટ પરથી સૈન્ય અધિકારીઓને રિકવર કરવાની કોશિશ કરી. રેસક્યુ પછી ઘાયલોને વેલિંગ્ટનના મિલિટ્રી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અહી CDS રાવત અને તેમની પત્ની સહિત તેર લોકોના મોતની ચોખવટ કરવામાં આવી.
મૃતકોમાં બ્રિગેડિયર એલએસ લિદ્દર, લેફ્ટિનેટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાંડર પીએસ ચૌહાણ, સ્કવૉડ્રન લીડરના કે સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જીતેન્દ્ર કુમાર, લાંસ નાયક વિવેક કુમાર, લાંસ નાયક બી, સાઈ તેજા, જૂનિયર વોરંટ ઓફિસર દાસ, જૂનિયર વોરંટ ઓફિસર એ પ્રદીપ અને હવાલદાર સતપાલનો સમાવેશ છે.
દુર્ઘટનામાં ગ્રુપ કપ્તાન વરુણ સિંહ પણ ગંભીર રૂપથી ઘાયલ છે. તેઓ વેલિંગ્ટનના હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે. તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન ચાલુ છે. CDS રાવત અને તેમની પત્નીની ડેડબોડી આજે સાંજે સાંજે દિલ્હી લાવવામાં આવશે. સેનાના બધા અધિકારીઓને અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. એયર ચીફ માર્શલ વીઆર ચૌધરીને ગઈકાલે જ મોકલી દેવામાં આવ્યા હતા. એયર માર્શલ રામેદ્ર સિંહના નેતૃત્વમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.