મોદી સરકારને રોકવા માટે લોકસભા 2019માં મહાગઠબંધન જરૂરી - રાહુલ
મોદી સરકાર પર હુમલાવર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભાજપા પર નિશાન સાધ્યુ છે. તેમણે આજે પ્રેસ કોંફરંસ કરીને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર અમીરો માટે કામ કરી રહી છે. પેટ્રોલના ભાવ આકાશ પર છે અને જનતા પરેશાન છે. પણ તેમની કોઈ સુધ નથી લઈ રહ્યુ. રાહુલે કહ્યુ કે મોદી સરકારને રોકવા માટે 2019માં મહાગઠબંધ જરૂરી થઈ ગયુ છે.
પીએમ પર સાધ્યુ નિશાન
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે મોદી સરકાર જે પ્રકારની સંસ્થાઓ પર આક્રમણ કરી રહી છે. એવામાં મહાગઠબંધન દેશની જરૂરિયાત છે. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો બોલતા કહ્યુ કે જો તમે તેમની આવાજને ધ્યાનથી સાંભળશો તો તમે અનુભવશો કે તેમના વચનમાં સત્ય નથી. તેમણે કહ્યુ કે મોદીએ પોતાના ગુરૂ લાલ કૃષ્ણ અડવાણીનો કાર્યક્રમમાં પણ આદર નથી કર્યો. આજે હુ અડવાણીજી માટે ખૂબ ક્ષોભ અનુભવી રહ્યો છુ.
રાહુલ આજે ભાગોળે કરશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના ચંદ્રપુરના નાંદેડ ગામમાં ખેડૂતો સાથે ગામના ભાગોળે ચર્ચા કરશે. તેઓ અહી એચએમટી ધાન આવિષ્કારક અને દિવંગત કૃષિ વૈજ્ઞાનિક દાદાજી ખોબ્રાગઢેના પરિવાર સાથે મુલાકાત કરશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે. દાદાજી ખોબ્રાગઢેને ધાનની પ્રજાતિ વિકસિત કરવા માટે એવોર્ડ પણ મળ્યો હતો.