સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંદસૌર. , ગુરુવાર, 8 જૂન 2017 (14:00 IST)

LIVE: મંદસૌર જઈ રહેલ રાહુલ ગાંધી નીમચમાં ધરપકડ, ખેડૂતોને લઈને મોદી પર સાધ્યુ નિશાન

મધ્યપ્રદેશમાં ગોલીકાંડ પછી બગડેલા વાતાવરણમાં મંદસૌર જઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નીમચમાં ધરપકડ કરવામાં આવી છે. સરકાર પહેલાથી જ રાહુલ ગાંધીને મંદસૌર જતા રોકી રહી હતી  પણ રાહુલ સરકારને હાથતાળી આપી બાઈક દ્વારા મંદસૌર જવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમની નીમચમાં ધરપકડ કરવામાં આવી. 
 
રાહુલ ગાંધીએ ખેડૂતોની ખરાબ હાલત માટે પીએમ મોદીને નિશાન બનાવ્યુ છે. આ સમયે રાહુલ ગાંધી નીમચના નયાગામમાં જ્યા રાહુલ સાથે અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓને પણ રાખવામાં આવ્યા છે. 
 
મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે આજે સ્વીકાર કર્યુ છે કે મંગળવારે પ્રદેશના મંદસૌર જીલ્લા સ્થિત પિપલિયા મંડીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પાંચ ખેડૂતોના મોત પોલીસ ફાયરિંગથી થયા છે. આ પહેલા છેલ્લા બે દિવસોથી પ્રદેશ સરકાર પોલીસ ફાયરિંગથી ઈનકાર કરી રહી હતી.  આ પોલીસ ફાયરિંગમાં પાચ ખેડૂતોના મોત થવાની સાથે સાથે છ અન્ય ખેડૂતો ઘાયલ પણ થયા હતા. એક જૂનથી આંદોલનગ્રસ્ત ખેડૂત હવે મધ્યપ્રદેશ સરકાર સાથે આરપારની લડાઈ કરવા ઉતરી ગયા છે.  
 
ગૃહમંત્રીના નિવેદન બાદ મધ્યપ્રદેશ ખેડૂત આંદોલનના નેતા શિવ કુમાર શર્માએ કહ્યું હતું કે, આ સરકારને શરમ નથી આવતી. આ સરકાર આતંકીઓ અને પથ્થરબાજો કરતા ખેડૂતો સાથે ખરાબ વર્તન કરી રહી છે.
 
ખેડૂત આંદોલનને પગલે મધ્યપ્રદેશના અનેક રાજ્યોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મંદસૌર ખેડૂત આંદોલનની આગ મંદસૌર સિવાય ધાર, હરદા, સિહોર જિલ્લા સુધી પહોંચી ગઇ છે. અગાઉ ખેડૂતોનું મોત પોલીસ ફાયરિંગમાં થયું હોવાનો ઇનકાર કરી રહેલી મધ્યપ્રદેશ સરકારના ગૃહમંત્રી  ભૂપેન્દ્રસિંહે માન્યું હતું કે પોલીસે ખેડૂતો પર ફાયરિંગ કરતા તેમનું મોત થયું છે.
 
રાહુલ હેલિકોપ્ટરથી ઉદેપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ મૃતક ખેડૂતોના પરિવારને મળવા મંદસૌર જવા રવાના થયા છે. અહીં તેઓ બાઈક પર બેસીને મંદસૌર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી સાથે પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ પણ છે. ભોપાલ-ઈન્દોર હાઈવે અને દેવાસ જિલ્લામાં થઈને કુલ 13 બસ સહિત 150 ગાડીઓ સળગાવવામાં આવી છે. એક પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દેવામાં આવી છે.