1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 30 એપ્રિલ 2025 (15:45 IST)

LOC પર રાફેલની ગડગડાહટથી આખી રાત મીટિંગો કરતા રહ્યા પાકિસ્તાની જનરલ, હુમલાના ભયથી ઉંઘ હરામ

Rafale M roars in: India's answer to Pakistan's terror games
Rafale M roars in: India's answer to Pakistan's terror games
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર ભારતીય વાયુસેનાના રાફેલ લડાકુ વિમાનની ઉડાને પાકિસ્તાનને હલાવી નાખ્યુ છે.  પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનુ કડક વલણ અને રાફેલની ગર્જનાએ પાકિસ્તાની સેનાની રાતોની ઉંઘ ઉડાવી દીધી. સૂત્રોનુ માનીએ તો પાકિસ્તાની જનરલ આખી રાત હુમલાની આશંકાથી જાગતો રહ્યો. અને તેની સેનામાં ભયનુ વાતાવરણ છે.  છેવટે શુ છે આ સમાચારની હકીકત. અને કેમ પાકિસ્તાનની ઘરતી થરથરી રહી છે ? આવો જાણીએ ઘટનાક્રમને   
 
રાફેલની દહાડ, પાકિસ્તાનની બેચેની - 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલ ભીષણ આતંકી હુમલો, જેમા નિર્દોષ પર્યટકોનો જીવ ગયો.. અને ભારત ગુસ્સાથી લાલ થઈ ગયુ.  આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત સસમે આવ્યા બાદ ભારતે કડક વલણ અપનાવ્યુ છે  ભારતીય વાયુસેનાએ તરત જ LOC ની પાસે રાફેલ અને સુખોઈ-30 જેવા અત્યાધુનિક લડાકૂ વિમાન સાથે આક્રમણ નામનો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો. રાફેલનો આંટો અને સ્કૈલ્પ મિસાઈલોની તાકતે પાકિસ્તાની સેનાને બૈકફુટ પર લાવી દીધુ.  
 
જાણવા મળ્યુ છે કે પાકિસ્તાની રડાર સિસ્ટમને ચકમો આપવામાં સક્ષમ રાફેલની સ્ટીલ્થ તકનીકે તેમની ઉંઘ હરામ કરી નાખી છે.   
 
પાકિસ્તાનની વાયુસેના પાસે રાફેલ જેવા વિમાનનો કોઈ જવાબ નથી. જેના ઉન્નત હથિયાર, લાંબા અંતરના મેટિઉયોર મિસાઈલ અને ઈઝરાયલી હેલમેટ માઉંટેડ ડિસ્પ્લે એ તેને યુદ્ધનો બાદશાહ બનાવી દીધો છે. સૂત્રોના મુજબ પાકિસ્તાની સેનાએ સિયાલકોટ અને ફિરોજપુર સેક્ટરમાં પોતાના રડાર અને ઈલેક્ટ્રોનિક વારફેયર યૂનિટ્સને ગોઠવ્યા જેથી કોઈ પણ ભારતીય હુમલાની જાણ થઈ શકે. પણ રાફેલની ગર્જનાએ તેમની બધી વ્યવસ્થા ધ્વસ્ત કરી નાખી.  
 
પાકિસ્તાની જનરલની રાતની ઉંઘ હરામ -પહેલગામ હુમલા પછી ભારતના સખત પગલાએ પાકિસ્તાનને પાગલ કરી નાખ્યુ. ભારતે સિંધુ જળ સંધિને રદ્દ કરી નાખી. અટારી-વાઘા સીમા બંધ કારી નાખી અને પાકિસ્તાની નાગરિકોને 1 મે સુધી દેશ છોડવાનો આદેશ આપ્યો. આ પગલાથી ગભરાયેલ પાકિસ્તાને  LOC પર ગોળીબાર શરૂ કર્યો. પણ ભારતીય સેનાએ તેનો બરાબર જવાબ આપ્યો.  જાણવા મળ્યુ છે કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે પોતાની 31 મી કોર ને  જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર મુખ્યાલયની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો. 
 
 સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલના પેટ્રોલિંગના સમાચાર સાંભળીને, પાકિસ્તાની જનરલો આખી રાત મીટિંગો કરવામાં વ્યસ્ત રહ્યા. તેમની સેનાને ડર છે કે ભારત બાલાકોટ જેવી હવાઈ કાર્યવાહીનું પુનરાવર્તન કરી શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું કે તેમની સેના ભારતીય હુમલાના ડરથી હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાને પીઓકેમાં પોતાના આતંકવાદી લોન્ચ પેડ્સ ખાલી કરાવવાનું અને આતંકવાદીઓને બંકરોમાં ખસેડવાનું શરૂ કરી દીધું છે. 
 
પાકિસ્તાનના જૂઠાણા અને ભારતના ઇરાદા: પાકિસ્તાન ભલે પહેલગામ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કરી રહ્યું હોય, પરંતુ ભારતે તેના જૂઠાણાનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે હુમલામાં વપરાયેલા હથિયારો પાકિસ્તાનથી આવ્યા હતા, અને 15 સ્થાનિક લોકોએ આતંકવાદીઓને મદદ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આતંકવાદીઓ અને તેમના આકાઓને એવી સજા આપવામાં આવશે જે તેમની કલ્પના બહાર હશે."