શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 19 એપ્રિલ 2019 (14:04 IST)

નારાજ પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, શિવસેનામાં જોડાયાં

કોગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમંથી રાજીનામુ આપ્યુ છે. મથુરામાં પોતાની સાથે કથિર રૂપે ગૈરવર્તણૂંક કરનારા  કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ થયેલ અનુશાસનાત્મક કાર્યવાહીને રદ્દ્ કરવાથી નારાજ થઈને પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામુ આપ્યુ છે. આ સાથે જ તેમને પોતાના અધિકારિક ટ્વિટર હૈંડલ પરથી પાર્ટીના પ્રવક્તા હોવાનો ઉલ્લેખ હટાવી દીધો.  તેમણે ગઈ 17 એપ્રિલના રોજ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ખૂબ દુખની વાત છે કે પાર્ટી પરસેવો પાડીને કામ કરનારા લોકોને બદલે મારપીટ કરનારા ગુંડાઓને પ્રાથમિકતા આપી રહી છે.  પાર્ટી માટે મે અભદ્ર ભાષાથી લઈને મારામારી પણ સહન કરી પણ છતા પણ જે લોકોએ મને પાર્ટીની અંદર ધમકી આપી તેમના વિરુદ્ધ કોઈ પણ ઠોસ કાર્યવાહી થઈ નહી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 

થોડા દિવસ પહેલા પ્રિયંકા રાફેલ મામલે સંવાદદાતા સંમેલન કરવા માટે મથુરામાં હતી જ્યા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ તેમની સાથે કથિર રૂપે ગૈરવર્તણૂંક કરી અહ્તી. તેની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીની બહારનો રસ્તો બતાવાયો હતો. પછી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે કાર્યકર્તાઓ દ્વારા ખેદ પ્રગટ કર્યા પછી તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ્દ કરવામાં આવી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે યૂપીસીસીના આ પગલાથી નારાજ પ્રિયંકાએ ટ્વીટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પોતાની નારાજગી જણાવી.