રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (08:38 IST)

Video- Uttarkashi Tunnel Rescue- 41 મજૂરો સાથે PMએ કરી વાત

Uttarkashi Tunnel Rescue- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનાવાઈ રહેલ સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસની મહામહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢી લવાયા છે.બચાવ બાદ તમામ મજૂરોને પ્રાથમિક સારવાર માટે ખસેડાયા હતા.

silkyara rescue operation
વડાપ્રધાન મોદીએ કામદારો સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા. વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓ સાથે ફોન પર વાત કરી. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોના બચાવ અભિયાનની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. કહ્યું કે આ ક્ષણ દરેકને ભાવુક કરી દે તેવી છે. પીએમએ કામદારોના સારા સ્વાસ્થ્યની કામના કરી.
 
12મી નવેમ્બરે સવારે 5.30 વાગ્યાથી 28મી નવેમ્બરે રાત્રે 8.35 વાગ્યા સુધી એટલે કે 17 દિવસ પછી લગભગ 399 કલાક બાદ પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. રાત્રે 8.35 કલાકે 45 મિનિટ પછી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. 
 
આટલા દિવસ બાદ આખરે મજૂરો ક્ષેમકુશળ પરત ફરતા સમગ્ર દેશ સહિત વિવિધ રાજ્યોમાં વસતા મજૂરોના પરિવારજનોને પણ રાહતનો અનુભવ થયો હતો.બિહારના આરાના રહેવાસી એક મજૂરના પરિવારજનોએ સમાચાર એજન્સી પીટીઆઇ સાથે પોતાની ખુશી શૅર કરી. 
 
તેમણે કહ્યું, “આ ખુશીનો દિવસ છે. સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો હતો અને એ પ્રાર્થનાઓ ફળી છે. હું શબ્દોમાં મારી જાતને અભિવ્યક્ત નથી કરી શકતી.” જુદી જુદી સમાચાર સંસ્થાઓ પર આવી રહેલી તસવીરોમાં મજૂરોના પરિવારજનો ઉજવણી કરતા અને ખુશી વ્યક્ત કરતાં દેખાઈ રહ્યા હતા. મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવાતાં સમગ્ર દેશમાં જાણે ઉજવણીનો માહોલ વ્યાપી ગયો હતો, સુરંગની બહાર મીઠાઈનું વિતરણ થતું પણ જોવા મળ્યું હતું.