બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (11:37 IST)

ઈમરાનની ચિઠ્ઠી પર PM નરેન્દ્ર મોદીનો જવાબ, આતંકનો છોડશો સાથ તો જ બનશે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પ્રઘાનમંત્રી ઈમરાન ખાન અને વિદેશ મંત્રી એફએમ કુરૈશીના શુભેચ્છા સંદેશનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઈમરાનને લખેલ પોતાની ચિઠ્ઠીમાં આતંકના વાતાવરણનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યુ, 'બંને દેશ વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવવા પર ફરીથી વિચાર કરવો જોઈએ, જે આતંકનો રસ્તો છોડ્યા પછી જ શક્ય છે' . 
 
જો કે ઇમરાન ખાનને મોકલેલા પત્રમાં આતંક મુક્ત માહોલનો ઉલ્લેખ કર્યો છે પરંતુ બંને મુલ્કોની વચ્ચે વાતચીત કયારે શરૂ થશે તોનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. પત્રમાં કહ્યું છે કે ભારત પોતાના તમામ પાડોશી દેશોની સાથે શ્રેષ્ઠ સંબંધ ઇચ્છે છે. ક્ષેત્રમાં વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારત માટે પ્રાથમિકતા હંમેશા પ્રજાનો વિકાસ રહ્યો છે.
 
પાછલા દિવસોમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13-14 જૂનના રોજ આયોજીત શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં પીએમ મોદી અને ઇમરાન ખાનની મુલાકાત થઇ હતી. બંને નતાઓએ એસસીઓ સમિટમાં એકબીજાનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન સામાન્ય પ્રકૃતિનું હતું અને આ એ સમયે થયું, જ્યારે બંને લીડર્સ લોન્જમાં હતા.
 
એસસીઓ સંમેલન અને તેની પહેલાં પણ પાકિસ્તાની પીએમ કેટલીય વખત ભારત સાથે તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની રજૂઆત કરી ચૂકયું છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે પણ મુદ્દા છે, તેમણે વાતચીતથી જ ઉકેલી શકાય છે. રેડિયો પાકિસ્તાનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે બંને દેશોના સૈન્ય રીતથી મુદ્દાને ઉકેલવાનું કોઇ પણ સંજોગોમાં વિચારવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે બંને દેશોએ સાથે બેસીને કાશ્મીર મુદ્દો ઉકેલવો જોઇએ.
 
ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલા બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ ઉભી થઇ હતી. આ ઘટના બાદ બંને વડાપ્રધાનનોની વચ્ચે આ પહેલું અભિવાદન હતું.
 
એસસીઓ સંમેલન અને એ પહેલા પન પાકિસ્તાની પીએમ અનેકવાર ભારત સાથે બધા મુદ્દાને ઉકેલવા માટે વાતચીતની રજુઆત કરી ચુકી છે. તેમણે કહ્ય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ મુદ્દા છે તેને વાતચીતથી હલ કરી શકાય છે.  રેડિયો પાકિસ્તાનને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ, બંને દેશને સૈન્ય રીતે મુદ્દાનો નિકાલ કરવા વિશે કોઈપણ રીતે ન વિચારવુ જોઈએ. તેમણે કહ્યુ કે બંને દેશો સાથે બેસીને કાશ્મીર મુદ્દો ઉકેલવો જોઈએ.