ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (10:33 IST)

PM Modi Covid 19 Meet - કોરોનાના નવા પ્રકાર પર ઇમરજન્સી બેઠક, અધિકારીઓ સાથે વાત કરશે PM મોદી , રસીકરણ અંગે પણ કરશે ચર્ચા

કોરોના વાયરસનો કહેર સતત સમગ્ર દેશમાંથી ઘટી રહ્યો છે. દૈનિક કેસ પણ ઘટી રહ્યા છે અને સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 8,318 કેસ નોંધાયા છે. કોરોના કેસની ઓળખ કરવા માટે સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને દેશમાં રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. આજે PM મોદી દેશમાં કોરોના વાયરસ રોગની સ્થિતિને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે અને ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરશે. આ બેઠક સવારે 10.30 કલાકે યોજાશે.
 
દેશભરમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો, દરરોજ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે તેના કરતા વધુ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10,967 લોકો કોરોનાથી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 3,39,88,797 પર પહોંચી ગઈ છે. આ સિવાય દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,07,019 છે.
 
હવે પીએમ મોદી પણ કોરોનાને લઈને મીટિંગ કરવાના છે. આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મહિનામાં પીએમ મોદીની આ બીજી બેઠક છે. અગાઉ 3 નવેમ્બરના રોજ, તેઓ એવા જિલ્લાઓના અધિકારીઓ અને સંબંધિત મુખ્યમંત્રીઓને મળ્યા હતા જ્યાં રસીકરણ કવરેજ ઓછું હતું.
 
રસીકરણની વાત કરીએ તો, દેશભરમાં અત્યાર સુધીમાં 121.06 કરોડ કોરોના રસી આપવામાં આવી છે. આ સિવાય દેશભરમાં કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત 63.82 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પીએમ મોદી તેમની બેઠકમાં રસીકરણની સમીક્ષા કરશે અને અધિકારીઓ સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.