ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (14:01 IST)

પીએમ મોદીના હમશક્લ લડશે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપાથી માંગ્યુ હતુ ટિકિટ

ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારીઓ તેમના ચરમ પર છે બધા પ્રત્યાશી અત્યારે પણ તેમના ટિકિટ માટે પાર્ટીઓના ચક્કર કાપી રહ્યા છે. તો તેમજ ઘણા પ્રત્યાશી નિર્દલીય ચૂંટ્ણીમાં ઉતરી રહ્યા છે. આ શ્રૃંખલામાં વધુ એક નામ સામે આવ્યુ છે. જે ટિકિટ મળતા પર નિર્દલીય જ મેદાનમાં ઉતરી રહ્યા છે. પ્રધાનમંત્રીના હમશક્લ કહેવાતા અભિનંદન પાઠકએ લખનઉની સરોજની નગર વિધાનસભા સીટથી નિર્દલીય પ્રત્યાશીના રૂપમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 
 
હકીકતમાં પ્રધાનમંત્રીના હમશક્લના રૂપમાં મશહૂર અભિનંદન પાઠક લખનઉની સરોજની નગર વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. ટાઈમ્સ ઑફ ઈંડિયાઅની એક રિપોર્ટ પ્રમાણે પાઠકએ નિર્દલીય ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે. તેનાથી પહેલા તેણે ભાજપાથી ટિકિટ માંગ્યુ હતું. પણ પાર્ટીની તરફથી તેણે કોઈ જવાબ નથી મળ્યુ. રિપોર્ટ મુજબ જણાવ્યુ કે તેણે ભાજપાનો ટિકિટ મેળવવા માટે ખૂબ કોશિશ કરી પણ અસફળ રહ્યા. 

પાઠકે જણાવ્યું કે, તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પત્ર દ્વારા લખનૌથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ તેમણે  મારા પત્ર પર ધ્યાન ન આપ્યું. પોતાને મોદી ભક્ત ગણાવતા તેમણે કહ્યું કે ભાજપ મારી અવગણના કરી શકે છે, પરંતુ હું જે સરોજિની નગર બેઠક પરથી ચૂંટણી લડીશ તે ચોક્કસથી લડીશ.અભિનંદન પાઠકે ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી, તે લખનૌની સૌથી પ્રતિષ્ઠિત બેઠકોમાંથી એક છે.
 
56 વર્ષીય અભિનંદન પાઠક સહારનપુરના રહેવાસી છે. પોતાના વિશે જણાવતા તેણે કહ્યું કે તેની પત્નીથી છૂટાછેડા લીધા બાદ તે ગુજરાન માટે ટ્રેનોમાં કાકડીઓ વેચતો હતો.પાઠકની પત્ની મીરા પાઠકે આર્થિક સહયોગ ન આપવાના કારણે છૂટાછેડા માટે અરજી કરી હતી. પાઠકને ત્રણ દીકરીઓ સહિત કુલ 6 બાળકો છે. ચૂંટણી માટે  પાઠક ફરી એકવાર ચર્ચામાં છે.