રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હેી , શનિવાર, 16 માર્ચ 2024 (10:08 IST)

PM મોદીનો દેશવાસીઓને પત્ર.. મેરા ભારત મેરા પરિવારનો વીડિયો પોસ્ટ કર્યો

modi speech
Narendra Modi Letter : 2024 ના ચૂંટણી રણના ઠીક પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને એક પત્ર લખ્યો છે. તેમા તેમણે સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે.  ચૂટંણીરણના ઠીક પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને એક પત્ર લખ્યો છે. તેમા તેમણે સરકારને ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ લેટરમાં દેશવાસીઓને પરિવારજન કહીને સંબોધિત કર્યા છે. જાણો પીએમ મોદીએ પત્રમાં લોકોને શુ કહ્યુ છે. 
 
- પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર 
- લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીને લેટર 
- તમારો અને મારો સાથ એક દશકો પુર્ણ કરવા જઈ રહ્યો છે 
- કેન્દ્ર સરકારની યોજનાઓનો કર્યો ઉલ્લેખ 
 
લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન થવાના ઠીક પહેલા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઓપન પત્ર લખ્યો છે. આ પત્રની શરૂઆત પીએમ મોદીએ મેરે પ્રિય પરિવારજન.. કહીને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીએ આગળ લખ્યુ કે તમારા અને મારો સાથ હવે એક દાયકો પુર્ણ કરવા જઈ રહ્યો છે. મારા 140 કરોડ પરિવારજનોની સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થન સાથે જોડાયેલ આ એક મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે. તેને શબ્દોમા વ્યક્ત કરવો મુશ્કેલ છે. તેમણે આગળ કહ્યુ કે મારા પરિવારજનનો જીવનમાં આવેલ સકારાત્મક ફેરફાર 10 વર્ષોથી અમારી સરકારની સૌથી મોટી સફળતા, સૌથી મોટી પુંજી છે.  પોતાની દરેક નીતિ, દરેક નિર્ણય દ્વારા ગરીબો, ખેડૂતો, યુવા ઓ અને મહિલાઓના જીવન સ્તરને સુધારવા અને તેમને સશક્ત બનાવવા માટે કૃતસંકલ્પિત સરકારે જે ઈમાનદાર પ્રયાસ કર્યા છે તેના સાર્થક પરિણામ સામે આવ્યા છે. 

મોટા નિર્ણયો લેવામાં અમે ચુક્યા નહી - PM
પીએમ મોદીએ આગળ લખ્યું, 'જ્યારે ભારત, વિકાસ અને વારસા સાથે આગળ વધી રહ્યું છે, છેલ્લા દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અભૂતપૂર્વ નિર્માણ જોયું છે, ત્યારે અમને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વારસાના પુનરુત્થાનનું સાક્ષી બનવાનું સન્માન પણ મળ્યું છે. આજે દરેક દેશવાસીને ગર્વ છે કે દેશ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવીને આગળ વધી રહ્યો છે. તેમણે આગળ લખ્યુ આ તમારો વિશ્વાસ અને સમર્થન જ હતુ કે જીએસટી લાગૂ કરવી, ધારા 370 સમાપ્ત કરવી, ત્રણ તલાક પર કાયદો, સંસદમાં મહિલાઓ માટે  નારી શક્તિ વંદન અધિનિયમ, નવા સંસદ ભવનનુ નિર્માણ,  આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર પ્રહાર જેવા અનેક ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવાથી અમે ચુક્યા નહી.