રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ભોપાલ. , મંગળવાર, 27 જૂન 2023 (11:39 IST)

PM મોદીએ 5 વંદે ભારત ટ્રેનોને આપ્યુ ગ્રીન સિગ્નલ, ટ્રેનમાં વિદ્યાર્થેઓએ સાથે કરી વાતચીત

metro train
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલના રાની કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશભરમાં ચાલનારી 5 વંદેભારત ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપતા જોવા મળ્યા છે. પીએમ મોદીએ ભોપાલથી ઈદોર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને સ્ટેશનથી રવાના કરી.  બીજી બાજુ દેશના અન્ય ચાર રૂટ પર ચાલનારી અન્ય 4 વંદે ભારત ટ્રેનો વર્ચઅલ ગ્રીન સિગ્નલ આપી. બીજી બાજુ આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી. 

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા વડાપ્રધાન ભોપાલથી આવ્યા છે. તેઓ ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ 543 લોકસભા અને મધ્યપ્રદેશના 64,100 બૂથના 10 લાખ કાર્યકરોને ડિજિટલી સંબોધિત કરશે. તમામ રાજ્યોના વિધાનસભા ક્ષેત્રોના 3 હજાર કાર્યકરો પણ છે. વડાપ્રધાન તેમની સાથે સીધો સંવાદ કરશે.