ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીયોના પરિવાર જોવા માંગે છે DNA રિપોર્ટ
. ઈરાકના મોસુલ શહેરમાં આઈએસઆઈએસ આતંકવાદીઓના હાથે 39 ભારતીયો માર્યા જવાની કેન્દ્ર સરકારની પુષ્ટિ પછી મૃતકોના પરિવારની આશા અને શોધ પણ ખતમ થઈ ગઈ. મંગળવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દ્વારા રાજ્યસભામાં જ્યારે 39 ભારતીયોના મોતના સમાચાર સાંભળ્યા પછી મૃતકોના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો. દરેક આંખ ભીની તહી ગઈ અને બેબસ દિલની આ આશા પણ તૂટી ગઈ કે તેમના પોતાના એક દિવસ પરત આવી જશે. બીજી બાજુ ખુદને ગુમાવી ચુકેલા પરિવારે ડીએનએ રિપોર્ટ બતાવવાની માંગ કરી છે. મૃતકોના પરિવારે કહ્યુ કે અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે અમને ડીએનએ રિપોર્ટ બતાવવામાં આવે. અમે ચાર વર્ષ સુધી સ્વજનોને પરત લાવવા માટે દોડતા રહ્યા અને હવે અમને ટીવી દ્વારા આ સમાચાર મળી રહ્યા છે કે તેઓ જીવતા નથી. સ્વજનોને ગુમાવનાર પરિવારના લોકોનુ કહેવુ છે કે અમે તો વિખૂટા પડેલા પ્રિયજનોને એકવાર ગળે ભેટી પણ ન શક્યા. એક આશા હતી કે તેઓ પરત આવશે પણ સરકારના એક સમાચારે બધુ જ એક ઝટકામાં ખતમ કરી નાખ્યુ.
કોઈની માતા તો કોઈની બહેન રાહ જોઈ રહી હતી
પોતાના ભાઈને ગુમાવી ચુકેલ ગુરવિંદર કૌરે વાત કરતા કરતા ધ્રુસકે ધુસકે રડી પડી તેણે રડતા રડતા જણાવ્યુ કે ભાઈ મનજીંદર સિંહ નોકરી માટે ઈરાક ગયો હતો. એક દિવસ મારા ભાઈએ ઈરાકથી મને ફોન પર જણાવ્યુ કે તે ફંસાય ગયો છે અને આતંકી ગતિવિધિયોને કારણે ત્યાથી નીકળવુ મુશ્કેલ થઈ રહ્યુ છે. ગુરવિંદરે કહ્યુ કે આ વર્ષો દરમિયાન ભારત સરકારે અમને સહાનુભૂતિથી વાત કરવા સિવાય બીજુ કશુ કર્યુ નથી.
- ગયા વર્ષે ઓક્ટોબરમાં પંજાબી મૂળના આઠ લોકોના સંબંધીઓએ અમૃતસરના સરકારી ચિકિત્સા મહાવિદ્યાલયમાં પોતાના ડીએનએના નમૂના આપ્યા જેથી જરૂર પડતા મિલાન કરીને ઈરાકમાં ફસાયેલા ભારતીય લોકો સાથે કરી શકાય્ એ સમયે એ લોકોને કદાચ જ ખબર હશે કે માત્ર પાંચ મહિનાના અંદર જ તેમની આ આશંકા સાચી સાબિત થશે.
- તરનતારન જીલ્લાના મનોચહલ ગામની બલવિંદર કૌર પણ પોતાના આંસૂ છિપાવવાની નિષ્ફળ કોશિશ કરતી જોવા મળી. મૃત જાહેર 39 લોકોમા તેમનો પુત્ર રણજીત સિંહ પણ સામેલ હતો. તેમણે કહ્યુ એક મા માટે પોતાની સંતાન ગુમાવવાથી મોટુ કોઈ દુખ નથી. કોઈપણ ભારતીય અધિકારી આ બતાવવાની સ્થિતિમાં નહોતો કે મારો લાલ કેવી સ્થિતિમાં છે.