બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (11:32 IST)

નીતીશ કુમારે બોલાવી પાર્ટીની મહત્ત્વપૂર્ણ બેઠક, નવાજૂનાનાં એંધાણ

Nitish Kumar
બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે મંગળવારે પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. એવી અટકળો છે કે ભાજપ અને જેડીયુની ખેંચતાણ વચ્ચે યોજાનારી આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
 
બીજી તરફ આરજેડી અને કૉંગ્રેસે સંકેતો આપ્યા છે કે જો નીતીશ ભાજપનો સાથ છોડે છે તો તેઓ ફરીથી મહાગઠબંધન માટે તૈયાર છે.
 
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશ કુમારની ગેરહાજરી બંને પક્ષો વચ્ચેની ઉગ્રતાના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.
 
જોકે, રવિવારે જ નીતીશ કુમાર બિહારમાં કેટલાક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.
 
બેઠકોનું સમીકરણ શું કહે છે?
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા માટે પાર્ટીને 122 ધારાસભ્યોની જરૂર હોય છે.
 
હાલમાં બિહારમાં એનડીએની સરકાર છે. એનડીએ પાસે 126 ધારાસભ્યો છે અને તેમની પાસે અપક્ષના એક ધારાસભ્યનું સમર્થન છે.
 
બીજી તરફ, આરજેડી પાસે 79, ભાજપ પાસે 77, જેડીયુ પાસે 45, એચયુએમ પાસે ચાર, કૉંગ્રેસ પાસે 19, ડાબેરીઓ પાસે 16 અને એઆઈએમઆઈએમ તથા વિપક્ષ પાસે એક-એક બેઠકો છે.
 
તાજેતરમાં જ આરજેડીના ધારાસભ્ય અનંત સિંહને સજા થતાં તેમણે સીટ ગુમાવવી પડી હતી.
 
જો ભાજપ-જેડીયુના રસ્તા અલગ પડે તો જેડીયુને સરકારમાં રહેવા માટે 77 ધારાસભ્યોની જરૂર પડશે, જ્યારે ભાજપને 45 ધારાસભ્યોની જરૂર પડશે.