ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (13:17 IST)

મુંબઈમાં ફરી પલાયન - પોલીસે દંડા વરસાવ્યા, પણ મજૂર આખીરાત સ્ટેશન પર જ બેસી રહ્યા, બોલ્યા - લોકડાઉન લાગ્યુ તો અહી ભૂખ્યા મરી જઈશુ

કોરોનાની પહેલી લહેરમાં અચાનક લોકડાઉન પછી મોટા શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની દિલ દહેલાવનારી તસ્વીરો આપણે સૌએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એકવાર ફરી આવો જ નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર ડેરો નાખીને બેસ્યા છે. સૌની કોશિશ છે કે લોકડાઉન લાગી જાય એ પહેલા પોતાના ગામમાં પહોંચી જઈએ. 

મુંબઈના રેલ્વે સ્ટેશન પર અટવાયેલા પરપ્રાંતિયોને પોલીસના દંડા ખાવા પડ્યા, ટ્રેનની ટિકિટ પણ ન મળી. આમ છતાં કામદારો ત્યાંથી ખસ્યા ન હતા. કારણ સ્પષ્ટ હતું.. જો મુંબઈમાં લોકડાઉન થશે તો તેઓ ભૂખે મરી જશે. ખરેખર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, કુલ લોકડાઉનની ચર્ચાને કારણે પરપ્રાંતિય અને ખાસ કરીને મજૂરો ખૂબ જ ડરી ગયા છે.
 
લોકડાઉનના ભયથી એક રાત પહેલા જ સ્ટેશન પર પહોચ્યા લોકો 
મુંબઈમાં કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસથી જ ઉત્તર પ્રદેશ અને બિહાર જનારી મોટાભાગની ટ્રેનો રવાના થાય છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે. આવામાં લોકમાન્ય ટર્મિનસ પર ગુરૂવારે રાત્રે 8 વાગ્યાથીજ ભીડ વધવા માંડી હતી. તેમા મોટાભાગના મજૂર લોકો હતા. જે શુક્રવારે સવારની ટ્રેન માટે લોકડાઉનના ભયથી મોડી રાત્રે જ સ્ટેશન પર પહોંચી ગયા હતા. તેમનુ કહેવુ હતુ કે અહી રોકાયા તો ભૂખ્યા મરવાનો વારો આવશે. આવામાં અહી રહીને શુ કરીએ  ? 


માથા પર સામાન મુકીને જ સ્ટેશન પહોંચી રહ્યા છે લોકો 
 
ગુરૂવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી લોકમાન્ય તિલક સ્ટેશન પર ખૂબ ભીડ જોવા મળી.  રાતથી જ ભીડ વધવાની પ્રર્કિયા જે શરૂ થઈ તે સવારે પણ ચાલુ રહી. ધીરે ધીરે રાતની ભીડ વધવા માંડી.  માથા પર કોથળો, બેગ અને અટેચી, બાલ્ટી લઈને મજૂર લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચવા માંડ્યા. મોટાભાગની ટ્રેન સવારે 5.25 વાગે કે ત્યારબાદ જ હતી. પણ લોકો લોકડાઉનના ભય વચ્ચે રાત્રે જ સ્ટેશન પહોંચી ગયા. 
 
સ્ટેશન પહોંચ્યા તો પોલીસે  અંદર જતા અટકાવ્યા 
 
જ્યારે તેઓ સ્ટેશનની અંદર જવા લાગ્યા તો પોલીસે તેમને અંદર જવા દીધા નહીં. પોલીસે તેમને લાકડીનો જોર બતાવીને કહ્યું, 'જ્યારે તમારે ભાગવું જ છે તો તમે બિહાર-યુપીથી આવો છો જ કેમ ? લાચાર મજૂરો સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. કોઈની પાસે ટિકિટ નથી. બધાએ જનરલમાં ચઢવાનું આયોજન હતુ . ટીસી આવશે તો ચાલાન કાપશે એવું નક્કી વિચારીને મજૂરો પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા.
 
સ્ટેશનની બહાર ભૂખ્યા તરસ્યા રહીને રાત વિતાવી 
 
જેમ જેમ રાત વધતી ગઈ લોકમાન્ય તિલક સ્ટેશન બહાર UP-બિહારના સેકડો લોકો ડેરો જમાવીને બેસેલા જોવા મળ્યા.  ભૂખ્યા તરસ્યા સૌ એ જ ચિંતામાં હતા કે કોઈ રીતે ઘરે પહોંચી જઈએ. કોઈ સૂઈ રહ્યુ હતુ તો કોઈ બેઠા હતા. સૌની વાતો, ચેહરો અને આંખોમાં એક જ સવાલ હતો કે ઘર ક્યારે પહોચીશુ આ મુંઝવણમાં તેમની પાસે કારણ હતા. મોટાભાગના મજૂરો પાસે ટિકિટ કે ખાવાનુ નહોતુ.