રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (15:25 IST)

મુંબઈના મુસાફરોની વધી શકે છે મુશ્કેલીઓ, બેસ્ટની તરફથી 400 બસોને બંધ કરવાનો નિર્ણય

best buses
મુંબઈમાં બસોમાં મુસાફરી કરનારાઓને આવનારા દિવસોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  મુંબઈના શહેરી પરિવહન નિકાય, મુમ્બઈ ઈલેક્ટ્રિક સપ્લાય એંડ ટ્રાંસપોર્ટ( BEST)એ લગભગ 400 બસોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બસોમાં આગ લાગવાની ઘટનાઓ પછી લેવામાં આવ્યો.  BEST ની તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે એક મહિનાની અંદર બસોમાં આગ લાગવાની ઘટનાઓ પછી તે ભાડેથી લેવામાં આવેલી 400 બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
 બેસ્ટની એક બસ અંધેરી વિસ્તારમાં બુધવારે સાંજે આગ લાગવાથી સંપૂર્ણ્ણ રૂપે બળીને ખાખ થઈ  ગઈ.  જો કે આ ઘટનામા કોઈ ઘાયલ થયુ નથી. ઓઈએમ (મૂલ નિર્માતા) અને ઓપરેટર તેમા જરૂરી સુધાર કરતા નથી અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાનો વિશ્વાસ નથી આપતા ત્યા સુધી 
BEST ની બધી 400 બસોને રસ્તા પરથી હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ પહેલા 3  વાર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. 25 જાન્યુઆરીને મુંબઈના બાદ્રા વિસ્તારમાં BEST ની એક બસમાં આગ લાગી ગઈ હતી.  

 
 
 
બેસ્ટ વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે પરંતુ તે જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે તેની સાથે સમાધાન કરી શકીએ નહીં. આ કારણે સમયપત્રકમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.