રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 3 નવેમ્બર 2018 (10:43 IST)

દેશના 63 ટકા લોકોને આજે પણ PM મોદી પર વિશ્વાસ - ઓનલાઈન સર્વે

ઑનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેનારા દેશ અને વિદેશના 63 ટકાથી વધુ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં પોતાનો વિશ્વસ પ્રગટ કર્યો જ્યારે કે 50 ટકા લોકોએ કહ્યુ કે મોદીએ બીજા કાર્યકાળ દ્વારા દેશને સુંદર ભવિષ્ય મળશે. ન્યૂઝ પોર્ટલ ડેલીહંટ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની નીલ્સન ઈંડિયાએ એક નિવેદનમાં દાવો કર્યો કે તેમનુ સર્વેક્ષણ દેશ અને વિદેશના 54 લાખ લોકોના વિચાર પર આધારિત છે. 
 
સર્વેક્ષણ મુજ્બ 63 ટકા લોકોએ નરેન્દ્ર મોદીમાં 2014 (સત્તામાં આવ્યા હતા) ની તુલનામાં વધુ કે એ જ સ્તરનો વિશ્વાસ જાહેર કર્યો છે અને છેલ્લ ચાર વર્ષમાં તેમના નેતૃત્વ ક્ષમતા પર સંતોષ પ્રગટ કર્યો છે. બીજી બાજુ કોગ્રેસના સર્વેક્ષણના પરિણામ બેતુકા અને ફરજી બતાવ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ હતાશ મોદી સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. અને પાંચ ચૂંટણી રાજ્યોમાં જોરદાર હારનો સામનો કરી રહી છે. હવે તે અનુચિત સાધનો દ્વારા નાનાકીય સંસાધનોનો ઉપયોગ ખોટા સર્વેક્ષણ દ્વારા ફાયદો ઉઠાવવા માંગે છે. 
 
આ પ્રકારના બેકાર સર્વેક્ષણ દ્વારા સરકારને ક્યારેય પણ સમર્થન નહી મળે. જેને પહેલા જ સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી ચુક્યો છે. સર્વેક્ષણમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે 50 ટકા ભાગીદારોનુ માનવુ છે કે મોદીના બીજા કાર્યકાળથી તેમને સારુ ભવિષ્ય મળશે.  પાંચ ચૂંટણી રાજ્યોના મામલે સર્વેક્ષણમાં દવો કર્યો છે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢના લોકોનો હાલ મોદી પર વિશ્વાસ કાયમ છે.  મિઝોરમના ચૂંટણી પરિણામો અંગે બતાવ્યા વગર કહેવાયુ છે કે તેલંગાના એકમાત્ર એવુ રાજ્ય છે જે આ પરિણામ વિરુદ્ધ છે.  સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્ય છે કે લાંબા સમયથી જડ જમાવી ભ્રષ્ટાચારને ખતર કરવાના મુદ્દા પર 60 ટકા લોકોએ મોદી પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. 
 
સર્વેક્ષણ મુજબ 62 ટકા લોકો આશાવાદ છે કે કોઈ રાષ્ટ્રીય સંકટના સમયે દેશના નેતૃત્વ કરવામાં મોદી સૌથી યોગ્ય છે. ત્યારબાદ રાહુલ ગાંધી (17 ટકા), અરવિંદ કેજરીવાલ(8 ટકા), અખિલેશ યાવ (3 ટકા) અને માયાવતી (2 ટકા)નુ નામ છે. ડેલી હંટ અને નીલ્સન ઈંડિયાએ નિવેદનમાં સ્પષ્ટ કર્યુ કે સર્વેક્ષણ રાજનીતિથી પ્રેરિત નથી અને આ દેશના લોકોનો અવાજ બતાવવા માટે રજુ કરવામાં આવ્યુ છે.