બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (12:20 IST)

Bus Accident in Meghalaya: મેઘાલયમાં ભીષણ દુર્ઘટના, 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી, અત્યાર સુધી 6 મુસાફરો માર્યા જવાના સમાચાર

Bus Accident in Meghalya: મેઘાલયમાં એક ભયાનક અકસ્માત થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત થયા છે. ઘાયલોને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા


મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.


બસમાં 21 મુસાફરોની સવારી હતી 
 
ઈસ્ટ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં 21 મુસાફરો હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતર પર બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ અને ઈમરજેંસી સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે
 
ગુમ થયેલા લોકોની શોધખોળ 
 
ઈસ્ટ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ તેમ્બેએ કહ્યું છે કે બે મુસાફરો હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આશા છે કે અમે તેમને જલ્દી શોધી લઈશુ.  બસમાં સવાર મુસાફરોમાંથી 9 તૂરાના હતા જ્યારે 12 મુસાફરો વિલિયમનગરના છે.  મુસાફરોના પરિવારોને વધુ માહિતી માટે ઈસ્ટ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.