કરુણાનિધિ અને MGRની લાઈફથી ઈંસ્પાયર હતી મણિરત્નમની આ ફિલ્મ, એશ્વર્યા બની હતી જયલલિતા
વર્ષ 1997માં રજુ થયેલ ફેમસ ડાયરેક્ટર મણિ રત્નમની ફિલ્મ ઈરુવર એમ કરુણાનિધી અને એમજીઆરના સંબંધોથી ઈંસ્પાયર હતી. જેમા જયલલિતાની સ્ટોરી પણ બતાવાઈ હતી. જો કે જયલલિતા અને કરુણાનિધિએ ક્યારેય આ વાતને માન્યુ નહી. પણ જેને પન આ ફિલ્મ જોઈ છે તે આ વાત જાણે છે કે ફિલ્મમાં તમિલ રાજનીતિના આ બે ધુરંધરોની લાઈફ જર્ની બતાવી ગઈ છે. ફિલ્મમાં મોહનલાલે MGRનો રોલ ભજવ્યો હતો. તો સિંઘમ ફેમ વિલેન પ્રકાશ રાજનો રોલ કરુણાનિધિથી પ્રેરિત હતો.
એશ્વર્યા રાય બચ્ચ્નની ડેબ્યુ ફિલ્મ
વર્શ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કરનારી એશ્વર્યા રાય બચ્ચનની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમનો રોલ જયલલિતાથી ઈંસ્પાયર હતી. ફિલ્મમાં એશ્વર્યા ડબલ રોલમાં જોવા મળી હતી. ફિલ્મ માટે તેમને ખૂબ પ્રશંસા પણ મળી. પહેલી જ ફિલ્મમાં આવુ પાવરફુલ પાત્ર અને પોતાનાથી 14 વર્ષ મોટા એક્ટર સાથે રોમાંસ કરવો ખૂબ મોટી વાત હતી.
ફિલ્મ માટે પ્રકાશ રાજને મળ્યો હતો નેશનલ એવોર્ડ
જો કે ફિલ્મમાં MGRનો રોલ કરી રહેલ મોહનલાલનુ પાત્ર મુખ્ય હતુ. પણ પોતાના દમદાર અભિનય માટે પ્રકાશ રાજને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ માટે સંતોષ સિવાનને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ટોરટો ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્મને માસ્ટર સેક્શન એવોર્ડ મળ્યો.